પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ કચ્છના ખાવડાથી નવસારીના વાંસી બોરસી સુધી 765 કેવીની નવી વીજ લાઈન નાખી રહી છે જેને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતો કોઈ પણ ભોગે પોતાની જમીન આપવા માંગતા નથી તેને લઈને આજે એટલે કે ગુરુવીરે સુરતજના વલથાનના ખેડૂતો કાર રેલી કાઢીને કલેક્ટર કચેરી પહોંચી રજૂઆત કરવા પહોંચ્યા હતા.
હાઈલાઈટ્સ
- સુરતજના વલથાનના ખેડૂતોમાં આક્રોશ
- પાવરગ્રીડ વીજ લાઈન નાંખવા બાબતે આક્રોશ
- ખેડૂતોએ રેલી યોજીને દર્શાવ્યો વિરોધ
- ખેતરમાંથી ગેરકાયદેસર રીતે વીજ લાઈન પસાર કરાતી હોવાનો આક્ષેપ
- ખેડૂતોની મંજૂરી વિના જ વીજલાઈન નાખવાની કામગીરી થઈ
સુરતના માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને પલસાણા તાલુકાના ખેડૂતો પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા નાખવામાં આવતી કચ્છના ખાવડાથી નવસારીના વાંસી બોરસી સુધી નાંખવામાં આવતી નવી વીજ લાઈનનો વિરોધ કરી રહ્યા છે.. ખેડૂતોનું કહેવું છે કે સરકાર ખેડૂતોની ફળદ્રુપ જમીન પર વીજ લાઈન નાખીની જમીનનો બગાડ કરી રહી છે.. આ પહેલા આ જ વિસ્તારમાં સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા એક્સપ્રેસ હાઈવે પસાર કરાતા ખેડૂતોની જમીન સંપાદિત થઈ ગઈ છે ત્યારે ફરીથી વીજ લાઈન પસાર થતા ખેડૂતોની જમીન કપાતમાં જશે.
થોડા સમય પહેલા એક્સપ્રેસ હાઈવેમાં જમીન સંપાદન કરવામાં આવ્યું હતું ત્યારે આ વિસ્તારના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો જે બાદ સરકારે ખેડૂતોને જમીન કપાતની મોં માંગી કિંમત ચૂકવી હતી. પરંતું વીજ કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં વીજ પોલ ઉભા કરવામાં આવાતા ખેડૂતોને જમીન સંપાદનના ભાવ તો આપવાના એક બાજુ રહ્યાં પરંતુ ખેડૂતોની મંજૂરી પણ લેવામાં આવી નથી ખેડૂતોની મંજૂરી વગર જ ખેડૂતોના ખેતરોમા વીજ પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે. 765 કેવીનો એક વીજ પોલ નાખવા માટે 85X85 ચોરસ મીટર જમીનની જરુર પડે છે અને એક વાર આ વીજ પોલ નાખ્યા બાદ ખેડૂતો માટે આ જગ્યા બીન ઉપયોગી થઈ જાય છે.
આ વીજ લાઈન નાખવા માટે કંપની દ્વારા કેટલાક ખેડૂતોને નોટિસ આપવામાં આવી છે તો કેટલાકને નહીં. જે ખેડૂતોને નોટિસ નથી મળી તે ખેડૂતોના ખેતરમાં કંપનીના માણસો બળ જબરીથી ખેતરમાં ઘુસીને વીજ પોલ નાખી રહ્યા છે અને ખેડૂતાના ઉભા પાકને પણ નુકશાન પહોંચાડી રહ્યા છે. આ વિસ્તારના ખેડૂતોની માંગ છે કે શહેરી વિસ્તારોમાં જેવી રીતે અન્ડર ગ્રાઉન્ડ કેબલ લાઈન નાંખે છે તેવી જ રીતે ખેડૂતોની જમીનમાં પણ અન્ડર ગ્રાઉન્ડ કેબલ કેબલ નાખે કે જેથી કરીને ખેડૂતોને ખેતરમાં ઉભેલા પાકને કે તેમની જમીનને નુકશાન ન થાય. જો આવું ન કરવું હોય તો વીજ કંપનીએ વીજ લાઈન કોસ્ટલ એરિયામાંથી નાખવી જોઈએ.
આ વિસ્તારના ખેડૂતો કામરેજના વલથાન ખાતે ભેગા થયા હતા અને કલેક્ટર કચેરી ખાતે પહોંચીને રજૂઆત કરી હતી કે જ્યાંથી લાઈન પસાર થવાની છે તે તમામ ખેડૂતોને એક સાથે નોટિસ આપવામાં આવે.