મુંબઈ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (MIFF) ની 18મી સીઝન મુંબઈમાં 15 થી 21 જૂન દરમિયાન યોજાશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ સચિવ સંજય જાજુએ આ માહિતી આપી.
હાઈલાઈટ્સ
- મુંબઈ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ યોજાશે
- 15 થી 21 જૂન દરમિયાન યોજાશે MIFF
- MIFF ની શરુઆત 1990માં કરવામાં આવી હતી
- દર બે વર્ષે MIFFનું આયોજન કરવામાં આવે છે
જાજુએ નેશનલ મીડિયા સેન્ટર ખાતે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન મુંબઈમાં ‘FD-NFDC કોમ્પ્લેક્સ’ ખાતે નોન-ફીચર ફિલ્મો (ડોક્યુમેન્ટરી, શોર્ટ ફિલ્મ અને ‘એનિમેશન’) બતાવવામાં આવશે.
આ ઉપરાંત MIFF અંતર્ગત દિલ્હીના સિરીફોર્ટ ઓડિટોરિયમ, ચેન્નાઈમાં ટાગોર ફિલ્મ સેન્ટર, પુણેના NFAI ઓડિટોરિયમ અને કોલકાતાના SRFTI ઑડિટોરિયમમાં પણ ફિલ્મો બતાવવામાં આવશે.
મુંબઈ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ડોક્યુમેન્ટરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક મુખ્ય ઈન્ટરનેશનલ ઈવેન્ટ બની ગયો છે. તેની શરૂઆત 1990માં કરવામાં આવી હતી અને ત્યારથી દર બે વર્ષે તેનું આયોજન કરવામાં આવે છે. આ વખતે ફેસ્ટિવલની શરૂઆત નેશનલ જિયોગ્રાફિકની ડોક્યુમેન્ટ્રી ‘બિલી એન્ડ મોલીઃ એન ઓટર લવ સ્ટોરી’ના સ્ક્રીનિંગ સાથે થશે.