સુરતમાં બુટલેગરો કિન્નરોનો વેશ ધારણ કરી ભારતીય બનાવટના વિદેશી દારુ ઘુસાડતા હોવાનું રેકેટ ઝડપાયુ છે. ભારતીય બનાવટનો વિદેશી દારુ સુરતમાં લાવવામાં આવતો હતો જેમાં PCB પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે.
હાઈલાઈટ્સ
- કિન્નરોના વેશમાં દારૂની હેરાફેરી
- દમણથી 3 મહિનાથી લાવતા હતા દારુ
- 5 આરોપીઓની PCB પોલીસે ધરપકડ કરી
- ઓટોરીક્ષા સહિત કુલ રૂપિયા 3.15 લાખનો મુદ્દામાલ જપ્ત
કિન્નરોના વેસમાં દારુનો સપ્લાય
ઝડપાયેલા 5 લોકો છેલ્લા ત્રણ મહિનાથી કિન્નરોનો વેશ ધારણ કરીને રિક્ષા લઈને દમણ જતા અને પરત દમણથી આવીને રીક્ષામાં ભારતીય બનાવટનો વિદેશી દારુ સુરતમાં ઘુસાડતા હતા. પોલીસ કિન્નરોની જલદી તપાસ કરતી નથી આ મોકાનો ફાયદો ઉઠાવીને બુટલેગરો કિન્નરોનો વેશ ધારણ કરીને સુરતમાં દારુ ઘુસાડતા હતા. પકડાયેલા પાંચેય બુટલેગરો છેલ્લા 3 મહિનાથી સતત આ પ્રવૃતિ કરતા હતા
દારૂ લેનાર અને લાવનાર બન્ને ઝડપાયા
જેનીશ જગદીશભાઇ ભાવનગરી અને અકબર અહેસાન શેખ નામના આ બન્ને આરોપી કિન્નરોનો વેશ ધારણ કરીને દમણમાંથી ગુજરાતમાં દારુ સપ્લાય કરતા હતા. ઉપરાંત અભય તીર્થરાજ સીંગ જે ઓટો રિક્ષા ચલાવે છે. પ્રશાંત રાકેશભાઇ કહાર અને ગુંજન જીતુભાઇ કહાર આ બન્ને આરોપી દારુને મંગાવતા હતા. મળતી માહિતી મુજબ પોલીસે આ પાંચેય ઓરોપીઓ પાસેથી ઓટોરીક્ષા સહિત કૂલ 3 લાખ 15 હજાર 800 રુપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.