9 જૂનને રવિવારે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ રહ્યા છે.સામાન્ય ત: દેશ ઉપરાંત વિદેશોમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ થાય છે.તેવમાં કાયમી ભારતથી વિરદ્ધ ચાલતા પાકિસ્તાનના એક ઉદ્યોગપતિએ વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ કર્યા છે.તેમણે કહ્યુ કે નરેન્દ્ર મોદી ન કેવળ ભારત માટે પણ પાકિસ્તાન માટે પણ સારા વડાપ્રધાન છે.
લોકસભા ચૂંટણીમાં ફરી NDAને બહૂમતી મેળવી છે અને હવે ફરી એકવાર એટલે કે સતત ત્રીજી વખત નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરનાર છે.તેને લઈ એક મૂળ પાકિસ્તાની અમેરિકન બિઝનેસમેન ખૂબ ખુશ થયા.તેમણે કહ્યુ કે નરેન્દ્ર મોદીનું સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બનવુ એ માત્ર ભારત માટે જ નહી પણ સમગ્ર દક્ષિણ એશિયા માટે સ્થિરતીની ગેરંટી છે.ઉદ્યોગપતિ સાજીદ તરારે નરેન્દ્ર મોદીની પ્રસંસા કરતા વધુમાં ઉમેર્યુ કે તેમના નેતૃત્વમાં ભારતની સ્થિરતા જાળવવામાં અને સંભવિત અસ્થિરતા રોકવા તેનિ ભૂમિકા મહત્વની છે.
બિઝસમેન તરારે નરેન્દ્ર મોદી પરના આક્ષેપો અંગે કહ્યુ કે તે રાજકીય પ્રેરિત છે.તો વધુમાં તેમણે કહ્યુ કે નરેન્દ્ર મોદી ન માત્ર ભારત માટે પરંચુ પાકિસ્તાન માટે પણ ફાયદાકારક છે.તેમણે બંને દેશો વચ્ચે વ્યાપારીક સંબંધ વધવાની શક્યતા પણ વ્યક્ત કરી,ઉદ્યોગપતિ સાજીદ તરારે કહ્યુ કે ભારતના ભાવિ સ્થિરતા અને ભવિષ્યની સંભાવનાઓની ગેરંટી છે.તેમણે કહ્યુ કે ભારતની ભાવિ સ્થિરતા અને ભવિષ્યની સંભાનવનાઓની ગેરંટી છે. અને પાકિસ્તાનના લોકો બંને દેશો વચ્ચે સબંધોમાં સુધારાની અપેક્ષા રાખે છે.