ચૂંટણી પંચે સોમવારે (10 જૂન) 7 રાજ્યોની 14 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત કરી હતી. આ તમામ સીટો પર 10 જુલાઈના રોજ મતદાન થશે. કમિશન અનુસાર, આ માટેનું નોટિફિકેશન 14 જૂને બહાર પાડવામાં આવશે અને 10 જુલાઈએ મતદાન થશે.
હાઈલાઈટ્સ :
7 રાજ્યોની 14 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરી
આ તમામ સીટો પર 10 જુલાઈના રોજ મતદાન થશે
આ માટેનું નોટિફિકેશન 14 જૂને બહાર પાડવામાં આવશે
પેટાચૂંટણી યોજાનારી બેઠકો આ પ્રમાણે છે- બિહારની રૂપૌલી, પશ્ચિમ બંગાળની રાયગંજ, રાણાઘાટ દક્ષિણ (SC), બગડા (SC), મણિકતલા, તમિલનાડુની વિક્રવંડી, મધ્યપ્રદેશની અમરવાડા (ST), ઉત્તરાખંડની બદ્રીનાથ, મેંગલોર, જલંધર પશ્ચિમ (SC) પંજાબ, દેહરા, હમીરપુર અને હિમાચલ પ્રદેશના નાલાગઢ. આ બેઠકો ધારાસભ્યોના રાજીનામા અથવા મૃત્યુને કારણે ખાલી છે.
Source : હિન્દુસ્તાન સમાચાર