ગુજરાતની પાંચ વિધાનસભાની બેઠકો પર થયેલી પેટા ચુંટણીનું પરિણામ 4 જુને જાહેર થઈ ગયું છે.ગુજરાત વિધાનસભાની પેટા ચુંટણી ખંભાત ,વાઘોડિયા ,વિજાપુર,માણાવદર અને પોરબંદર પર યોજાઇ હતી .જેમાં તમામ બેઠકો પર ભાજપની જીત થઈ હતી.
હાઈલાઈટ્સ :
ગુજરાતની પેટા ચુંટણીમાં જીતેલા 5 MLA લેશે શપથ
7 મેના રોજ ગુજરાતમાં પેટાચુંટણી યોજાઇ હતી
પેટા ચુંટણીનું પરિણામ 4 જુને જાહેર થયું હતું
પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ હતી
7 મેના રોજ ગુજરાતમાં આ પાંચ બેઠક પર પેટાચુંટણી યોજાઇ હતી વિજાપુર બેઠક પર ભાજપે સીજે ચાવડાને પેટાચુંટણીમાં ટિકિટ આપી હતી,તેમાં સીજે ચાવડાનો 100641 મતથી જીત થઈ હતી.
પોરબંદર બેઠક પર ભાજપે અર્જુન મોઢાવડિયાને ટિકિટ આપી હતી તેમાં અર્જુન મોઢાવડિયાનો 133163 ની લીડ થી જીત થઈ હતી.
વાઘોડિયા બેઠક પરથી ધમેન્દ્રસિંહ વાઘેલાને ભાજપે ટિકિટ આપી હતી તેમાં ધમેન્દ્રસિંહ વાઘેલા નો 127446 મતથી જીત્યા હતા. માણાવદર બેઠક પર અરવિંદ લાડાણીને ટિકિટ આપવામાં આવી હતી તેમાં તેનો 82107 મત મળ્યા હતા અને ખંભાત બેઠક પરથી ચિરાગ પટેલને ટિકિટ આપવામાં આવી હતી જેમાં તેઓ 88457 લીડથી જીત હાંસલ કરી હતી
નવા પાંચ ચૂંટાયેલા ધારાસભ્યો ધારાસભ્ય પદના શપથ લેશે
પોરબંદર – અર્જુન મોઢવાડીયા
ખંભાત -ચિરાગ પટેલ
માણાવદર- અરવિંદ લાડાણી
વિજાપુર – સીજે ચાવડા
વાઘોડિયા – ધમેન્દ્રસિંહ