હાઈલાઈટ્સ :
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું PMO અધિકારીઓને સંબોધન
- PMO લોકોનો હોવો જોઈએ મોદીનો PMO નહી : PM મોદી
- દશક પહેલા દેશમાં એવી છબી હતી કે PMO સત્તાનું કેન્દ્ર
- “હું ન તો સત્તા માટે જન્મ્યો છું,ન તો હું શક્તિ અર્જીત કરવા વિચારું છું.”
- “અમે સમયના બંધાયેલા નથી,અમારી વિચારસરણીની કોઈ સીમા નથી”
સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીએ તેમની કામગીરી પણ શરૂ કરી દીધી છે.કાર્યભાર સંભાળતા જ તેમણે પહેલી ફાઈમ પર જે હસ્તાક્ષર કર્યા તે ખેડીત લક્ષી ફાઈલ હતા.અને તેમણે કિસાન સન્માન નિધી અંતર્ગત દેશના 9.3 કરોડ ખેડૂતોના ખાતામા સન્માન નિધીના નાણા ટ્રાન્સ્ફર કર્યા હતા.
તો વળી આજે વડાપ્રધાન મોદીએ PMOના અધિકારીઓને સંબોધન પણ કર્યુ હતુ. PM નરેન્દ્ર મોદીએ કહ્યું, “આપણે 2014 થી જે પગલાં લીધાં છે,તેને ઉત્પ્રેરક એજન્ટ તરીકે વિકસાવવાનો પ્રયાસ કર્યો છે..PMO એ લોકોનો PMO હોવો જોઈએ, મોદીનો PMO નહીં.”PMOના અધિકારીઓને સંબોધતા PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે,“10 વર્ષ પહેલા આપણા દેશમાં એવી છબી હતી કે PMO સત્તાનું કેન્દ્ર છે,બહુ મોટું પાવર સેન્ટર છે અને હું ન તો સત્તા માટે જન્મ્યો છું અને ન તો હું શક્તિ અર્જીત કરવા વિચારું છું.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “અમે એવા લોકો નથી કે જેમની ઓફિસ આ સમયે શરૂ થાય અને આ સમયે સમાપ્ત થાય.અમે તે લોકો નથી,અમે સમયના બંધાયેલા નથી,અમારી વિચારસરણીની કોઈ સીમા નથી અને અમારા પ્રયાસો જેઓ છે.આનાથી આગળ મારી ટીમ છે અને દેશને તે ટીમ પર વિશ્વાસ છે.”
PMO અધિકારીઓને સંબોધતા PM નરેન્દ્ર મોદીએ કહ્યું,”આ ચૂંટણી છેલ્લા 10 વર્ષથી દરેક સરકારી કર્મચારીના પ્રયાસો માટે મંજૂરીની મહોર છે.તમે લોકો આ જીતના સૌથી વધુ હકદાર છો,ભારત સરકાર દરેક કર્મચારી પણ જીત માટે હક્કદાર છે,જેમણે પોતાની જાતને એક વિઝન માટે સમર્પિત કરી છે.”
SORCE : ANI