Modi Cabinet 2024 : ગુજરાતમાંથી આ નવી મોદી સરકારમાં ચાર સાંસદોને તક આપવામાં આવી છે. જેમાં અમિત શાહ અને મનસુખ માંડવિયાને ફરીથી કેબિનેટમાં સ્થાન મળ્યું છે.
- હાઈલાઈટ્સ :
- પીએમ મોદીએ પ્રથમ કેબિનેટ બેઠળ યોજી અને મંત્રાલયોની વહેંચણી કરી
- અમિત શાહ – ગૃહ અને સહકાર મંત્રાલય
- મનસુખ માંડવિયા- શ્રમ અને રોજગાર મંત્રાલય, યુવા બાબતો અને રમતગમત
- સી આર પાટીલ – જલ શક્તિ મંત્રાલય
- નિમુબેન બાભણીયા- ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
Modi Cabinet Portfolio : નવી મોદી સરકારમાં મંત્રીઓને તેમના વિભાગો ફાળવવામાં આવ્યા છે. ટોચના પોર્ટફોલિયોમાં બહુ ફેરફાર થયો નથી. અમિત શાહને ફરી એકવાર ગૃહ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. જો કે મનસુખ માંડવિયાના વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવો જાણીએ આ વખતે ગુજરાતના સાંસદોને ક્યા વિભાગો મળ્યા છે.
અમિત શાહ
નરેન્દ્ર મોદી કેબિનેટમાં અમિત શાહને ફરી એકવાર ગૃહ અને સહકાર મંત્રી બનાવવામાં આવ્યા છે. અગાઉની મોદી સરકારમાં પણ અમિત શાહને ગૃહ અને સહકાર મંત્રી બનાવવામાં આવ્યા હતા. ગૃહમંત્રી તરીકેના છેલ્લા કાર્યકાળમાં અમિત શાહે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં શાનદાર કામ કર્યું હતું.
મનસુખ માંડવિયા
નરેન્દ્ર મોદીના નવા મંત્રીમંડળમાં મનસુખ માંડવિયાને શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. ગઇવખતે તેમની પાસે આરોગ્ય મંત્રાલયનો હવાલો હતો. હવે તેમના મંત્રાલયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. માંડવીયાએ પોરબંદર બેઠક પરથી કોંગ્રેસના લલિત વસોયાને હરાવ્યા હતા.
સી આર પાટીલ
નવી મોદી સરકારમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને મંત્રીમંડળમાં પ્રથમ તક આપવામાં આવી છે. તેમને જળ શક્તિ મંત્રાલય આપવામાં આવ્યું છે. ગઇ વખતે આ મંત્રાલય જોધપુરના ભાજપના સાંસદ ગજેન્દ્ર સિંહ શેખાવત પાસે હતું. હવે તેમને સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે
નિમુબેન બાંભણિયા
આ સાથે જ ગુજરાતના ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયાને પણ મંત્રીમંડળમાં તક મળી છે. તેમને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
કયો વિભાગ કોને મળ્યો?
અમિત શાહ – ગૃહ અને સહકાર મંત્રાલય
મનસુખ માંડવિયા- શ્રમ અને રોજગાર મંત્રાલય, યુવા બાબતો અને રમતગમત
સી આર પાટીલ – જલ શક્તિ મંત્રાલય
નિમુબેન બાભણીયા- ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય