ગુજરાતનાં નવા ચૂંટાયેલા 5 ધારાસભ્યોએ લીધા શપથ.વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી એ શપથ લેવડાવ્યા.તેમ અર્જુન મોઢાવાડિયા,સીજે ચાવડા,ધમેન્દ્રસિંહ વાઘેલા,અરવિંદ લાડાણી અને ચિરાગ પટેલએ ધારાસભ્ય પદના શપથ લીધા જેમાં વિધાનસભા ગૃહમાં ભાજપની કુલ સંખ્યા 161 થઈ છે.
- હાઈલાઈટ્સ :
- સવારે 11 વાગ્યા પછી પાંચેય MLAએ શપથ લીધા
- વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ શપથ લેવડાવ્યા
- વિધાનસભા ગૃહમાં ભાજપની કુલ સંખ્યા 161 થઈ
જીતેલા ધારાસભ્યોએ આજે ગાંધીનગર ખાતે શપથ લીધા હતા.વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ શપથ લેવડાવ્યા હતા.વિધાનસભામાં ભાજપના સંભ્યોની સંખ્યા હવે વધીને 161 થઇ ગઇ છે.3 કોંગ્રેસના, 1 અપક્ષ અને 1 આપ પાર્ટીના ધારાસભ્યએ રાજીનામું આપતા વિધાસભાની સીટો ખાલી પડી હતી.રાજીનામું આપેલા તમામ ધારાસભ્યો ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા અને વિજય બન્યા હતા.
ગુજરાતની પાંચ વિધાનસભાની બેઠકો પર થયેલી પેટા ચુંટણીનું પરિણામ 4 જુને જાહેર થઈ ગયું છે.ગુજરાત વિધાનસભાની પેટા ચુંટણી ખંભાત ,વાઘોડિયા ,વિજાપુર,માણાવદર અને પોરબંદર પર યોજાઇ હતી .જેમાં તમામ બેઠકો પર ભાજપની જીત થઈ હતી.
આ પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ હતી
7 મેના રોજ ગુજરાતમાં આ પાંચ બેઠક પર પેટાચુંટણી યોજાઇ હતી વિજાપુર બેઠક પર ભાજપે સીજે ચાવડાને પેટાચુંટણીમાં ટિકિટ આપી હતી,તેમાં સીજે ચાવડાનો 100641 મતથી જીત થઈ હતી.
પોરબંદર બેઠક પર ભાજપે અર્જુન મોઢાવડિયાને ટિકિટ આપી હતી તેમાં અર્જુન મોઢાવડિયાનો 133163 ની લીડ થી જીત થઈ હતી.
વાઘોડિયા બેઠક પરથી ધમેન્દ્રસિંહ વાઘેલાને ભાજપે ટિકિટ આપી હતી તેમાં ધમેન્દ્રસિંહ વાઘેલા નો 127446 મતથી જીત્યા હતા. માણાવદર બેઠક પર અરવિંદ લાડાણીને ટિકિટ આપવામાં આવી હતી તેમાં તેનો 82107 મત મળ્યા હતા અને ખંભાત બેઠક પરથી ચિરાગ પટેલને ટિકિટ આપવામાં આવી હતી જેમાં તેઓ 88457 લીડથી જીત હાંસલ કરી હતી
આ પાંચ ચૂંટાયેલા ધારાસભ્યો શપથ લીધા
પોરબંદર – અર્જુન મોઢવાડીયા
ખંભાત -ચિરાગ પટેલ
માણાવદર- અરવિંદ લાડાણી
વિજાપુર – સીજે ચાવડા
વાઘોડિયા – ધમેન્દ્રસિંહ