હાઈલાઈટ્સ :
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌ લોકોને કરી ખાસ અપીલ
- સોશિયલ પ્રોફાઈલથી મોદી કા પરિવાર હટાવવા વિનંતી
- PM નરેન્દ્ર મોદીએ લખ્યુ આપણુ પારિવારિક બંધન અતૂટ
- લોકસભા ચૂંટણી સમયે મોદી પર લાલુએ સાધ્યુ હતુ નિશાન
- લાલુ પ્રસાદે નરેન્દ્ર મોદીના પરિવાર પર કરી હતી ટિપ્પણી
- RJD સુપ્રિમોની ટિપ્પણી બાદ કાર્યકરોએ ઠાલવ્યો હતો રોષ
- સૌએ સોશિયલ મીડિયા પ્રોફાઈલ પર અભિયાન ચલાવ્યુ હતુ
- પ્રોફાઈલ પર “મૈ હુ માદી કા પરિવાર” અભિયાન ચલાવ્યુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમર્થકો,કાર્યકરો અને નેતાઓ એમ સૌ કોઈને પાતાના સોશિયલ મીડિયા પ્રોફાઈલથી ” મૈ હુ માદી કા પરિવાર ” હટાવવા અપીલ કરી છે.
ઉલ્લેખનિય છે કે લોકસભા ચૂંટણી 2024 સમયે પ્રચાર દરમિયાન બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને RJD સુ્પ્રિમો લાલુપ્રસાદ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મેદીના પરિવારને લઈ વિવાદીત અંગત ટિપ્પણી કરી હતી.ત્યારબાદ ભાજપ કાર્યકરો અને નેતાઓ તેમજ સમર્થકો નારાજ થયા હતા અને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મની પ્રોફાઈલ પર ” મૈ હુ માદી કા પરિવાર ” જોડાવો અભિયાન ચલાવી લાલુપ્રસાદના નિવેદન સામે રોષ વ્યક્ત કર્યો હતો.
જો કે હવે જ્યારે ચૂંટણી પ્રક્રિય પૂર્ણ થઈ ગઈ છે.અને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન પણ બની ગયા છે.ત્યારે હવે નરેન્દ્ર મોદીએ સૌ સમર્થકો,કાર્યકરો અને નેતાઓને અપિલ કરી છે.કે પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઈલથી ” મૈ હુ મોદી કા પરિવાર ” હટાવી દેવામા આવે.તેમણે જણાવ્યુ કે ડિસ્પ્લે નામ બદલી શકે છે,પરંતુ ભારત દેશની પ્રગતિ માટે પ્રયાસ કરવા વાળા એક પરિવારના રૂપમાં આપણુ પારિવારિક બંધન મજબૂત અને અતૂટ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યુ કે ” ચૂંટણી પ્રચાર દરમિયાન સમસ્ત ભારતમાં લોકોએ મારા પ્રત્યે સ્નેહના પ્રતિક રૂપે પોતાના સોશિયલ મીડિયા પર મોદી કા પરિવાર જોડ્યુ, તેનાથી ખૂબ જ તાકાત અને હિંમત આવી.તમામ ભારતીયોએ NDA ને સતત ત્રીજી વખત બહુમતિ આપી છે. જે પોતાનામાં એક રેકોર્ડ છે અને આપ સૌએ મને દેશ માટે વિશેષ કામ કરવા જનાદેશ આપ્યો છે.”
તેમણે એમ પણ લખ્યુ કે આપણે બધા જ એક પરિવાર છીએ,આ પ્રકારનો સંદેશ ખૂબ જ પ્રભાવી રીતે પહોંચડવા બદલ ફરી એકવાર સૌ કોઈનો આભાર પ્રગટ કરી ધન્યવાદ આપુ છુ.સાથે જ અનુરોધ પણ કરૂ છુ કે હવે આપ સૌ પોતાની સોશિયલ મીડિયા પ્રોપર્ટીથી ” મોદી કા પરિવાર હટાવી દો.”
SORCE : હિન્દુસ્થાન સમાચાર