ચંદ્રબાબુ નાયડુ ચોથી વખત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યા છે. ચંદ્રબાબુ નાયડુને રાજ્યપાલ એસ અબ્દુલ નઝીરે સીએમ તરીકે શપથ લેવડાવ્યા.
- હાઈલાઈટ્સ :
- ચંદ્રબાબુ નાયડુએ ચોથી વખત સીએમ તરીકે શપથ લીધા
- એનડીએ સાથે સરકાર બનાવી
- પહેલીવાર 1 સપ્ટેમ્બર 1995ના રોજ સીએમ બન્યા હતા
- આંધ્રપ્રદેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપતા મુખ્યમંત્રી
- 1978માં પહેલીવાર વિધાનસભામાં પહોંચ્યા હતા
Chandrababu Naidu : ચંદ્રબાબુ નાયડુએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેઓ ચોથી વખત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલ એસ અબ્દુલ નઝીરે ચંદ્રબાબુ નાયડુને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. ચંદ્રબાબુ નાયડુની સાથે પવન કલ્યાણે પણ શપથ લીધા છે. તેઓ નવી સરકારમાં ડેપ્યુટી સીએમ પદ સંભાળશે.
#WATCH | Vijayawada: N Chandrababu Naidu takes oath as the Chief Minister of Andhra Pradesh. pic.twitter.com/322vQpIbQ4
— ANI (@ANI) June 12, 2024
ચંદ્રબાબુ નાયડુ અગાઉ ત્રણ વખત રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. આ સમારોહમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક મહાનુભાવો હાજર છે. ચંદ્રાબાબુ નાયડુના શપથગ્રહણ બાદ તરત જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ગળે લગાવીને અભિનંદન પાઠવ્યા હતા
#WATCH | Vijayawada: Andhra Pradesh Chief Minister, N Chandrababu Naidu hugs Prime Minister Narendra Modi, after taking the oath. pic.twitter.com/35NLmYvF0q
— ANI (@ANI) June 12, 2024
25 સભ્યોની મંત્રી પરિષદ
ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વમાં કુલ 25 સભ્યોની મંત્રી પરિષદ શપથ લઈ રહી છે. જનસેના પાર્ટીના અધ્યક્ષ પવન કલ્યાણ એનડીએના નેતૃત્વવાળી સરકારમાં ડેપ્યુટી સીએમ હશે. મંત્રીઓની યાદીમાં જનસેના પાર્ટીના ત્રણ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક મંત્રીનો સમાવેશ થાય છે. બાકીના તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના છે. રાજ્યપાલ એસ અબ્દુલ નઝીરે ચંદ્રાબાબુ નાયડુને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. શપથ ગ્રહણ સમારોહમાં સાઉથના સુપરસ્ટાર ચિરંજીવી અને રજનીકાંત પણ સ્ટેજ પર હાજર છે.
જેમાં પીએમ મોદી, અમિત શાહ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા
મંત્રી પરિષદમાં ચંદ્રબાબુ નાયડુના પુત્ર અને ટીડીપીના મહાસચિવ નારા લોકેશ, ટીડીપીના આંધ્ર પ્રદેશ એકમના પ્રમુખ કે અચન્નાયડુ અને જનસેના પાર્ટીની રાજકીય બાબતોની સમિતિના અધ્યક્ષ નડેન્દલા મનોહરનો સમાવેશ થાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડા શપથ ગ્રહણ સમારોહમાં અન્ય કેન્દ્રીય મંત્રીઓ, એનડીએ સાથી પક્ષોના નેતાઓ અને કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર છે. નાયડુએ મંગળવારે મોડી રાત્રે અમરાવતીમાં તેમના નિવાસસ્થાને અમિત શાહ અને જેપી નડ્ડા સાથેની બેઠક બાદ તેમના મંત્રી પરિષદને અંતિમ સ્વરૂપ આપ્યું હતું.
નાયડુની કેબિનેટમાં 17 નવા ચહેરા
નાયડુની મંત્રી પરિષદમાં 17 નવા ચહેરા છે. બાકીના અગાઉ પણ મંત્રી રહી ચૂક્યા છે. ટીડીપી પ્રમુખે એક પદ ખાલી રાખ્યું છે. મંત્રી પરિષદમાં ત્રણ મહિલાઓ છે. વરિષ્ઠ નેતા એન મોહમ્મદ ફારૂક મંત્રી પરિષદમાં એકમાત્ર મુસ્લિમ ચહેરો છે. મંત્રીઓની યાદીમાં પછાત વર્ગના આઠ, અનુસૂચિત જાતિના ત્રણ અને અનુસૂચિત જનજાતિમાંથી એકનો સમાવેશ થાય છે. નાયડુએ કમ્મા અને કાપુ સમુદાયમાંથી ચાર-ચાર મંત્રીઓને સામેલ કર્યા છે. રેડ્ડીના ત્રણ અને વૈશ્ય સમુદાયના એકને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે.