MohanCharanMajhi : ઓડિશામાં,મોહન ચરણ માઝીએ બુધવારે સીએમ તરીકે શપથ લીધા.શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓ ભુવનેશ્વર પહોંચ્યા હતા
- હાઈલાઈટ્સ :
- મોહન માઝી 1997માં સરપંચ બન્યા હતા.
- 2024માં ઓરિસ્સાના મુખ્યમંત્રી બન્યા
- 24 વર્ષ બાદ પહેલી વાર ઓડિશમાં BJP નેતાએ શપથ લીધા
- મોહન ચરણ માઝીએ ઓડિશાના 15માં મુખ્યમંત્રી તરીકે લીધા શપથ
- નાયબમુખ્યમંત્રી કનક વર્ધનસિંહ દેવ અને પ્રવતી પરિદાએ પણ શપથ લીધા
- પીએમ મોદી સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા
- ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા
- ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયક પણ હાજર રહ્યા
ઓડિશા વિધાનસભા ચૂંટણી બાદ પહેલીવાર ભારતીય જનતા પાર્ટીએ અહીં સરકાર બનાવી છે. ભાજપના ધારાસભ્ય દળના ચૂંટાયેલા નેતા મોહન ચરણ માઝીએ આજે બુધવાર, 12 જૂને ઓડિશાના 15મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
પીએમ મોદી સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા
ઓડિશાના મુખ્યમંત્રી તરીકે મોહન ચરણ માઝીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભુવનેશ્વર પહોંચ્યા છે.પીએમ મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, હરિયાણાના સીએમ નાયબ સૈની, ઉત્તરાખંડના સીએમ પુષ્કર ધામી, ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ, આસામના સીએમ હિમંતા બિસ્વા શર્મા પણ શપથ સમારોહમાં હાજર રહ્યા.
આ નેતાઓએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
મોહન ચરણ માઝીના નાયબ મુખ્ય મંત્રી તરીકે કનક વર્ધનસિંહ દેવ અને પ્રવતી પરિદાએ પણ શપથ લીધા. કેબિનેટમાં ભાજપના ધારાસભ્ય સુરેશ પૂજારીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પછી રબીનારાયણ નાઈકે શપથ લીધા.
જુઓ મંત્રીઓની યાદી
કનક વર્ધનસિંહ દેવ
પ્રવતિ પરિદા
સુરેશ પૂજારી
રબીનારાયણ નાઈક
નિત્યાનંદ ગોંડ
કૃષ્ણ ચંદ્ર પાત્ર
પૃથ્વીરાજ હરિચંદન
મુકેશ મહાલિંગ
વિભૂતિ ભૂષણ જેના
કૃષ્ણ ચંદ્ર મહાપાત્રા
નવીન પટનાયક પણ પહોંચ્યા
ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયક પણ મોહન ચરણ માઝીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી. મોહન ચરણ માઝી નવીન પટનાયકને મળ્યા છે અને તેમને શપથ સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું માઝીએ કહ્યું કે નવીન પટનાયકે અમને કહ્યું કે તેઓ આજે શપથ સમારોહમાં હાજરી આપશે.