હાઈલાઈટ્સ :
- કુવૈતમાં બની ભિષણ અગ્નિકાંડની ગોઝારી દુર્ઘટના
- કુવૈત અગ્નિકાંડમાં 40થી વધુ ભારતીયોના મૃત્યુનો અંદાજ
- બિલ્ડીંગમાં એક કંપનીના મજૂરોના રહેવાની હતી વ્યવસ્થા
- સમગ્ર ઘટના અંગે કુવૈત સરકારે આપ્યા તપાસના આદેશ
- જવાબદારો સામે કડક કાર્યવાહીની પણ અપાઈ સૂચના
- ભારત સરકાર પણ ઘટના બાદ સક્રિય જોવા મળી
- વડાપ્રધાને બેઠક બોલાવી સમગ્ર મામલે સમિક્ષા કરી
- ભારતીય રાજ્ય વિદેશ પ્રધાન કુવૈત જવા રવાના થયા
- ઈજાગ્રસ્તોની સારવાર તેમજ મૃતકોની ઓળખ કરાશે
- મૃતદાહોને સ્વદેશ લાવવા માટે ભારત સરકારની કવાયત
કુવૈત અગ્નિકાંડમાં અંદાજીત 40 જેટલા ભારતીયોના મૃત્યુ થયા હોવાનુ જાણવા મળ્યુ છે. આ ગોઝારી દુર્ઘટનાને લઈ કુવૈત સરકાર તપાસ તેમજ રાહતના કામે લાગી છે તો આ તરફ ભારત સરકરા પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે.ઘટના બાદ ગત રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાજ્ય વિદેશ પ્રધાન કીર્તિ હર્ષવર્ધન સિંહે બેઠક કરી હતી.અને હવે તેઓ કુવૈત જવા રવાના થયા છે.
દિલ્હી એરપોર્ટથી કુવૈત જતા પહેલા વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે જણાવ્યું હતું કે,”અમે ગઈકાલે સાંજે પીએમ સાથે બેઠક કરી હતી.અમે ત્યાં પહોંચીશું પછી પરિસ્થિતિ સ્પષ્ટ થઈ જશે.પરિસ્થિતિ એવી છે કે મોટાભાગના પીડિતો બળી ગયા હતા” કેટલાક મૃતદેહો એટલા બળી ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ છે.
મૃતદેહોની ઓળખ થતાં જ તેમના પરિવારજનોને જાણ કરવામાં આવશે અને એરફોર્સનુ વિમાન ત્યા તૈયાર છે અને મૃતકોની ઓળખ થાય કે તુરત મૃતદેહો સ્વદેશ લવાશે.તેમણે વધુમા કહ્યુ કે અમારી પાસે ગઈ રાતના તાજેતરના આંકડા છે,જેમાં કુલ મૃતકોની સંખ્યા લગભગ 48-49 છે, જેમાંથી 42 અથવા 43 ભારતીયો છે.”
સમગ્ર ઘટના પર નજર કરીએ તો કુવૈતની એક છ માળની બિલ્ડીંગમા બુધવારની રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી.આ બિલ્ડીંગમાં એક કંપનીના મજૂરોને રહેવાની વ્યવસ્થા કરાયંલી હતા જે ક્ષમતા કરતા વધુ હોવાની પણ માહીતી મળી રહી છે.જોકે આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યુ નથી.પરંતુ મોટા ભાગના લોકો રાત્રીની શિફ્ટ કરીને આવ્યા પછી સૂઈ રહ્યા હતા તેથી બચવનો મોકો મળ્યો જ નહી.ભિષણ આગને પગલે ગુંગળામણને તેમજ બળી જવાને લીધે આટલી મોટી જાનહાનિ થઈ હોવાનુ જાણવા મળ્યુ છે.
કુવૈત સરકારે સમગ્ર ઘટના અંગે ત્યાના ગૃહમંત્રીએ તપાસના આદેશ આપી.જવાબદારો સામે સખત કાર્યવાહી કરવા પણ સૂચના અપાઈ છે. કુવૈતના ઈતિહાસમાં આ સૌથી વિકરાળ આગની ઘટના હોવાનું મનાઈ રહ્યુ છે.જેમા ઈજાગ્રસ્તો અને મૃતકોમા મોટા ભાગના ભારતીયોનો સમાવેશ થાય છે.ત્યારે ભારત સરકાર પણ સતર્ક થઈ છે.