હાઈલાઈટ્સ :
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડા જિલ્લાની મુલાકાતે
- CM ભૂપેન્દ્ર પટેલની પ્રાંત કચેરીની સરપ્રાઈઝ વિઝિટ
- CMની સરપ્રાઈઝ વિઝિટથી અધિકારીઓમાં ફફડાટ
- મુખ્યમંત્રીએ ઓચિંતિ મુલાકાત કરી કચેરીની સમિક્ષા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 14 જૂનને શુક્રવારે ખેડા જિલ્લાની મુલાકાતે હતા.જ્યા તેઓ કેટલાક કાર્યક્રમમમા ભાગ લેવાના હતા.પરંતુ તે પહેલા તેઓએ અચાનક કોઈ પણ પ્રકારના નિર્ધારિત કાર્યક્રમ વિના ખેડાની પ્રાંત કચેરી પહોચી ગયા હતા.મુખ્યમંત્રીની આ પ્રકારની સરપ્રાઈઝ વિઝિટને લઈ સ્થાનિક અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાડ વ્યાપી ગયો હતો.
આમ તો સામાન્ય રીતે મુખ્યમંત્રી જ્યારે જે તે કચેરીની મુલાકાત લેવાના હોય ત્યારે અગાઉથી તેની જાણ સ્થાનિક અધિકારીઓને કરવામાં આવતી હોય છે.પરંતુ અહીં તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અચાનક જ જોકે આમ કરવાથી ત્યાની સાચી સમિક્ષા થઈ શકતી નથી,કારણ કે અગાઉથી જાણ કરવાથી બધુ ઠીકઠાક કરી દેવાતુ હોય છે.તેથી સાચી સ્થિતનો ક્યાસ આવતો નથી.તેથી જ કદાચ ખેડા પ્રાંત કચેરીની મુલાકાત લેવાનો નિર્ણય કરી સૌને ચોંકાવી દીધા હતા.
જોકે અગાઉ પણ મુખ્યમંત્રી આ રીતે હોસ્પિટલ,શાળી કે કેટલીક કચેરીઓની ઓચિંતિ મુલાકાત કરી ચૂક્યા છે.ત્યારે આજે ખેડા પ્રાંત કચેરીની મુલાકાત લીધી હતી.અને અચાનક પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ્ કચેરીની કામગીરી,સ્વચ્છતા,સહિતની વિગતો મેળવી હોઈ શકે છે.સાથે જ વિસ્તારની મુશ્કેલીઓ,સુવિધાઓ અને વિકાસ સહિતના મામલે પણ ચર્ચા કરી હોઈ શકે છે.તો લોકો સાથે પણ ચર્ચા કરી હોય તેવુ બની શકે છે.જોકે આ બાબાતની ચોક્કસ માહિતી મળી નથી.