તિબેટનો જીજાંગ વિસ્તાર વહેલી સવારે ભૂકંપથી હચમચી ગયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) દ્વારા આ માહિતી શેર કરવામાં આવી છે. આ પહેલા શુક્રવારે આસામના કામરૂપમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર જમીનથી 20 કિમી નીચે હતું. શુક્રવારે જ આસામના ગોલપારામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
હાઇલાઇટ્સ
- તિબેટના જીજાંગ વિસ્તારમાં ભૂકંપ
- કેન્દ્ર જમીનથી 150 કિમી નીચે રહ્યું
- રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 માપવામાં આવ્યો
- ભૂકંપ સવારે 4.54 કલાકે આવ્યો હતો
જીજાંગ, તિબેટ શનિવારે સવારે ભૂકંપથી હચમચી ગયું હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 150 કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપ સવારે 4.54 કલાકે આવ્યો હતો.