હાઈલાઈટ્સ :
- ED ની ઉત્તર પ્રદેશમાં મોટી કાર્યવાહી
- UP ના પૂર્વ BSP MLC સામે કરી કાર્યવાહી
- UPના પૂર્વ BSP MLC છેમોહમ્મદ ઈકબાલ
- સરહાનપુર યુનિવર્સિટીની જમીન ટાંચમા લીધી
- ગ્લોકલ યુનિવર્સિટી ભવન અને જમીન ટાંચમાં
- મનિ લોન્ડરિન્ગ કેસમાં ED ની કાર્યવાહી કરાઈ
- 4440 કરોડની સંપત્તિ ટાંચમાં લેવાની કાર્યવાહી
પ્રવર્તન નિર્દેશાલય એટલે કે ED એ ઉત્તર પ્રદેશના પૂર્વ BSP MLC મોહમ્મદ ઈકબાલ અને તેના પરિવાર સામે મોટી કાર્યવાહી કરી છે. ED એ સરહાનપુરમાં ગ્લોકલ યુનિવર્સિટી ભવન અને જમીનન ટાંચમાં લીધી છે.
કેન્દ્રિય તપાસ એજન્સિએ પૂર્વ BSP MLC વિરુદ્ધ કાર્યવાહી કરી જેમાં એજન્સિએ અંદાજીત 4440 કરોડ રૂપિયાની કિંમતની ઈમારત અને જમીન ટાંચમા લીધી છે.તપાસ એજન્સિ અનુસાર મનિ લોન્ડરિન્ગ કેસમાં અંતિમ જપ્તી ઓર્ડર જારી કરાયો હતો.તે પછી 121 એકડ જમીન અને ગ્લોકલ યુનિવર્સિટીની ઈમારત ટાંચમા લઈ ED એ એમ પણ કહ્યુ છે કે આ સંપત્તિ અબ્દુલ વહીદ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટના નામે છે.જેના પર મોહમ્મદ ઈકબાલ અને તેના પરિવારના સદસ્યોનો કંટ્રોલ હતો.
તો મોહમ્મદ ઈકબાલ તેમજ તેના પરિવાર વિરુદ્ધ કરાયેલી કાર્યવાહી ગેરકાયદેસર ખનન મામલાથી જોડાયેલી છે.ત્યારે ED મુજબ પૂર્વ MLC હાલ ફરાર છે અને માનવામા આવી રહ્યુ છે કે તે દુબઈમાં છે.
અત્રે ઉલ્લેખનિય છે કે મોહમ્મદ ઈકબાલના ચાર દિકરા છે અને દિકરા તેમજ ભાઈ સામે પણ અનેક મામલા નોંધાયેલ છે જેને લઈ તે હાલમાં જેલ હવાલે છે.
SORCE – AAJ TAK