હાઈલાઈટ્સ :
- રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમા જળસંકટથી લોકો ત્રસ્ત
- દિલ્હીમાં એક એક બેડુ પાણી મેળવવા લોકોને મુશ્કેલી
- રાજધાની દિલ્હીમા પાણી મેળવવા લડાઈ જેવા દ્રશ્યો
- આમ આદમી સરકાર સામે લોકોમાં જોવા મળતો આક્રોશ
- એક તરફ કાળઝાળ ગરમી અને બીજી તરફ પાણીની તંગી
- વિપક્ષોએ જળ સંકટ સામે દિલ્હીની AAP સરકારને ઘેરી
- ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા માટલા ફોડી વિરોધ
- દિલ્હી ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કર્યો ભારે વિરોધ
- ભાજપ સાંસદ બાંસુરી સ્વરાજનો પણ કાર્યકરો સાથે વિરોધ
- હરિયાણા-ઉત્તરાખંડથી પુરતુ પાણી અપાતુ હોવાનો ભાજપનો દાવો
છેલ્લા કેટલાક સમયથા રાજધાની દિલ્હીમાં પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ છે,એક એક બેડા પાણી માટે સ્થાનિક લોકોને ભારે જહેમત ઉઠાવવી પડે છે.ત્યારે લોકોમાં દિલ્હીની આમ આદમી પાર્ટીની કેજરીવાલ સરકાર સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.
દિલ્હીના લોકોનુ કહેવુ છે કે એક તરફ કાળઝાળ ગરમી,તપતા સૂરજથી લોકો બેહાલ છે.તબિબો લોકોને વધુમા વધુ પાણી પીવા સલાહ આપી રહ્યા છે.પરંતુ દિલ્હીવાસીઓ તો પાણીના એક એક બેડા માટે જાણે કે જંગ લડવા મજબૂર બન્યા છે.
મફત વિજળી અને રાહત સાથે ઘરે ઘરે નળ થકી પુરતુ પાણી આપવાની ખાતરી સાથે આમ આદમી પાર્ટીએ સરકાર તો બનાવી પરંતુ આજે દિલ્હીના લોકોને ટેન્કર પર નિર્ભર રહેવાનો વારો આવ્યો છે. અને તેમા પણ ભર ઉનાળે પાણીની કિલ્લતથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.તેવામા વિપક્ષી પાર્ટીઓ પણ દિલ્હી સરકારની આ નિષ્ફળતા પર માછલા ધોઈ રહ્યા છે.તેમાં ભાજપનુ પણ દિલ્હીમાં સતત વિરોધ પ્રદર્શન યથાવત છે.ભારતીય જનતા પાર્ટીએ દિલ્હી સરકારના વિરોધમાં માટલા ફોડ્યા હતા.અને સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
દિલ્હી ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કાર્યકર્તાઓ સાથે રાષ્ટ્રીય રાજધાનીમાં જળ સંકટને લઈને દિલ્હી સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું.તો વળી ભાજપ સાંસદ બાંસુરી સ્વરાજે પણ કાર્યકરો સાથે રાષ્ટ્રીય રાજધાનીમાં જળ સંકટને લઈને દિલ્હી સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું.
ભાજપના સાંસદ બંસુરી સ્વરાજે કહ્યું,”આ કુદરતી સંકટ નથી,આ એક કૃત્રિમ કટોકટી છે જે AAP સરકાર દ્વારા ઉભુ કરવામાં આવ્યુ છે.તેમણે દાવો પણ કર્યો કે દિલ્હી પાસે પૂરતું પાણી છે હરિયાણા કરાર કરતાં વધુ પાણી છોડી રહ્યું છે. તેમણે ઉમેર્યુ કે AAP સરકારે છેલેલા એક દાયકાના શાસનમાં જે જળ બોર્ડ 2013માં રૂ.600 કરોડના નફામાં ચાલી રહ્યુ હતુ તે જળ બોર્ડને AAP સરકારે રૂ.73 હજાર કરોડના નુકસાનમાં લાવી દીધુ છે.
જોકે સામે દિલ્હી સરકારમાં જળ મંત્રી આતિશીએ કહ્યું,”અત્યારે દિલ્હીમાં ભારે હીટવેવ ચાલી રહી છે અને પાણીની તંગી પણ છે.આ બધા દરમિયાન એવું લાગે છે કે કેટલાક લોકો પાણીનો ભંગ કરીને પાણીની અછત વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે.પાઇપલાઇન.”તેઓ વસ્તુઓને વધુ ખરાબ કરવાનું કાવતરું કરી રહ્યા છે.જ્યારે અમારી ટીમને દક્ષિણ દિલ્હીની સપ્લાય લાઇનમાં મોટા લીકેજ વિશે જાણ થઈ,ત્યારે જાણવા મળ્યું કે વિશાળ બોલ્ટ કાપવામાં આવ્યા છે.આ સંદર્ભમાં,મેં પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે.આજે અમારી મુખ્ય પાઈપલાઈનને સુરક્ષા પૂરી પાડવામાં આવવી જોઈએ.”
SORCE : હિન્દુસ્તાન સમાચાર