હાઈલાઈટ્સ :
- આજે ગંગા દશેરાના પવિત્ર પર્વની ધૂમ
- ગંગા નદીમાં બોટ પલટી જવાની ઘટના
- ગંગામાં નાવ પલટી જતા 17 લોકો ડૂબ્યા
- 13 લોકોને ખલાસીઓએ બચાવી લીધા
- હજુ પણ ચાર લોકો લોપતા હોવાનો અંદાજ
- SDRFની ટીમ દ્વારા લાપતા લોકોની શોધખોળ
આજે દેશ ભરમા અને ખાસ કરીને ઉત્તર ભારતમા ગંગા દશેરાનો ઉત્સવ ધામ ધૂમથી ઉજવાઈ રહ્યો છે.તેમાં ગંગા જેવી પવિત્ર નદીમા સ્નાનનુ મહત્વ રહેલુ છે.જોકે ગંગા દશેરાના આ પવિત્ર દિવસે જ ગોઝારી દુર્ઘટના સામે આવી છે.
વાત જાણે એમ છે કે બિહારની રાજધાની પટનામાં રવિવારે એક મોટી ઘટના ઘટી હતી.પટનામાં ગંગા દશેરા નિમિત્તે ગંગા નદીમાં એક હોડી પલટી ગઈ.જેમાં એક જ પરિવારના 17 લોકો ડૂબી ગયા હતા.જોકે નજીકના ખલાસીઓએ 13 લોકોને બચાવ્યા.પરંતુ માનવામાં આવી રહ્યું છે કે ચાર લોકો હજુ પણ ગુમ છે અને તેમની શોધ ખોળ ચાલી રહી છે. SDRF ટીમની સાથે સ્થાનિક ડાઇવર્સ પણ ગુમ થયેલા લોકોને શોધી રહ્યા છે.
આ ઘટના સ્પષ્ટ કરે છે કે નદી પર મુસાફરી કરતી વખતે સલામતીના પગલાંનું પાલન કરવું કેટલું મહત્વપૂર્ણ છે.તમામ સંબંધિત એજન્સીઓ અને વહીવટીતંત્ર ગુમ થયેલા લોકોની શોધમાં લાગેલા છે અને આશા છે કે તેઓ ટૂંક સમયમાં સુરક્ષિત મળી જશે.
SORCE : પત્રિકા