હાઈલાઈટ્સ :
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મજાક કરવા જતા કેરળ કોંગ્રેસ ફસાઈ
- વડાપ્રધાન મોદી સાથે કોંગ્રેસે પોપ ફ્રાંસિસનું પણ કરી દીધુ અપમાન
- G 7 સમિટ દરમિયાન PM મોદી અને પોપ ફ્રાંસિસની મુલાકાતનો મામલો
- PM મોદી અને પોપની મુલાકાત પર સોશિયલ મીડિયામાં કરી મજાક
- સોશિયલ હેંડલ પર કેરળ કોંગ્રેસ સમિતીએ કરી હતી વિવાદાસ્પદ પોસ્ટ
- કોંગ્રેસે લખ્યુ હતુ કે આખરે પોપને ભગવનને મળવાનો મોકો મળી ગયો
- જોકે કેરળ ભાજપે કોગ્રેસની આ પ્રકારની પોસ્ટ અંગે કરી આકરી ટીકા
- ભાજપે કહ્યુ કે આ પોપ ફ્રાંસિસ જેવા મહાન વ્યક્તિત્વનું ઘોર અપમાન
- કોંગ્રેસે ઈસાઈ સમુદાયના લોકોનું ઘોર અપમાન કર્યાનો ભાજપનો આક્ષેપ
- સોશિયલ મીડિયામાં વિવાદ વધતા વિવાદિત પોસ્ટ હટાવવા કોંગ્રેસ મજબૂર
- કેરળ કોંગ્રેસે માફી માંગતા કહ્યુ મહાનુભાનવુ અપમાન કરવાનો ઈરાદો ન હતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મજાક કરવા જતા કેરળ કોંગ્રેસે પોપ ફ્રાંસિસનુ પણ અપમાન કરી દીધુ.અને હવે વિવાદ વધતા કાંગ્રેસ બચાવની સ્થિતિમા આવી ગઈ છે.અને માફી માગવા મજબૂર બની છે.આ વાત છે G 7 સમિટ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અને પોપ ફ્રાંસિસ સાથે મુલાકાત પર કેરળ કોંગ્રેસે સોશિયલ મીડિયા પર મજાક કરી હતી.જોકે વિવાદ બાદ પોસ્ટ હટાવી માફી પણ માંગી લીધી હતી.
હાલમાં જ G 7 સમિટમા ભાગ લેવા ઈટાલી ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ રાષ્ટ્રોના વડાઓને મળ્યા હતા.આ સાથે જ વડાપ્રધાન મોદીએ ઈસાઈ ધર્મના વડા પોપ ફ્રાંસિસ સાથે પણ મુલાકાત કરી હતી.અને તેને લઈને કેરળ કોંગ્રેસે સોશિયલ મીડિયા પર વડાપ્રધાનની પોપ ફ્રાંસિસ સાથેની મુલાકાત પર મજાક કરતી કોમેન્ટ કરી હતી.કેરળ કોંગ્રેસે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કે “આખરે પોપને ભગવાન સાથે મળવાનો મોકો મળી ગયો.” આમ તો કેરળ કોંગ્રેસે વડાપ્રધાનના ચૂંટણી સમયના નિવેદન પર મજાક કરી જેમા વડાપ્રધાને સભા સંબોધતા કહ્યુ હતુ કે મને ભગવાને ખાસ કામ માટે ધરતી પર મોકલ્યો છે.તેમના આ નિવેદનને ટાંકીને મજાક કરવા પ્રયાસ કર્યો હતો.પરંતુ તેમનો દાવ ઉમટો પડ્યો હતો.કારણ કે વિવાદ વધતા કેરળ કોંગ્રેસને આ પોસ્ટ હટાવવાની ફરજ પડી હતી.એટલુ જ નહી પણ માફી માંગવાનો વારો આવ્યો હતો.
આ બાબતે ભાજપે કોંગ્રેસને ઘેરી હતી અને તેની આ હરકતની આકરી ટીકા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પોપ ફ્રાંસિસનુ અપમાન કરવાનો કોંગ્રેસ પર ભાજપે આક્ષેપ કર્યો હતો.કેરળ ભાજપ અધ્યક્ષે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યુ કે એવુ લાગે છે કે કેરળ કોંગ્રેસનુ સોશિયલ મીડિયા હેંડલ કટ્ટરપંથીઓ અથવા અર્બન નક્સલ દ્વારા ચલાવવામા આવે છે.કારણ કે તેમની આવી પોસ્ટથી સતત નેતાઓ વિરુદ્ધ અપમાન અને આપત્તીજનક કંટેન્ટ પોસ્ટ કરવામાં આવી રહી છે.ત્યારે હવે આ લોકોએ પોપ ફ્રાંસિસ અને ઈસાઈ સમુદાયનુ પણ અપમાન કરીને હદ વટાવી છે.
આ ઉપરાંત ભાજપ નેતાએ એવી માંગ પણ કરી છે કે આ અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી જવાબ આપે કારણ કે આ પ્રકારની પોસ્ટથી લોકોની ધાર્મિક ભાવના દુભાઈ છે.જોકે આ અંગે કેરળ કોંગ્રેસ સમિતીના ઉપાધ્ય સહિતના નેતાઓએ લુલો બચાવ કરવા પ્રયાસ કર્યો હતો.પરંતુ સોશિયલ મીડિયામાં વધતા વિવાદના ઘમાસાણ બાદ કેરળ કોંગ્રેસે આ પ્રકારની વિવાદિત પોસ્ટ હટાવવાની ફરજ પડી હતી.એટલુ જ નહી પણ ઈસાઈ સમુદાયના લોકોની મનોવિજ્ઞાનિક તેમજ ભાવનાત્મક લાગણી દુભાઈ હોય તો તે બદલ માફી પણ માંગવી પડી હતી.
કોંગ્રેસે એક નિવેદન જારી કરીને કહ્યુ કે અમારો ઈરાદો કોઈ ધર્મ કે ધાર્મિક મહાનુભાવનું અપમાન કરવાનો ન હતો.વધુમાં કોંગ્રેસે કહ્યુ કે કોંગ્રેસનો કોઈ કાર્યકર પોપ ફ્રાંસિસનુ આપમાન કરવાનુ વિચારી પણ ન શકે કારણ કે દુનિયભરના ઈસાઈ લોકો તેમને ભગવાનની જેમ માને છે.
SORCE : આજતક