T20 World Cup : યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા આયોજિત T20 વર્લ્ડ કપ 2024 હવે સુપર-8 તરફ આગળ વધી રહ્યો છે. રવિવારે સ્કોટલેન્ડ સામે ઓસ્ટ્રેલિયાની 5 વિકેટથી મળેલી જીતને કારણે ઈંગ્લેન્ડ સુપર-8માં પ્રવેશી ગયું છે. આ ઉપરાંત બાંગ્લાદેશ પણ નેપાળને 21 રને હરાવીને સુપર-8માં સ્થાન મેળવી લીધું છે અને તે સુપર-8ની 8મી ટીમ બની ગઈ છે.
- હાઈલાઈટ્સ :
- ગ્રુપ -1 માં ભારત, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન
- ગ્રુપ-2 માં USA, ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ, સાઉથ આફ્રિકા
- ભારતીય ટીમ 20 જૂને અફઘાનિસ્તાન સામે રમશે
- ભારતીય ટીમ 22 જૂને બાંગ્લાદેશ સામે રમશે
- ભારતીય ટીમ 24 જૂને ઓસ્ટ્રેલિયા સામે રમશે
- 27 જૂને બંને સેમીફાઇનલ રમાશે29 જૂને ફાઇનલ મેચ બાર્બાડોસમાં રમાશે.
હવે તમામ ટીમોને ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. ભારતીય ટીમ અને અમેરિકા (યુએસએ) ગ્રુપ-એમાંથી ક્વોલિફાય થયા છે, જ્યારે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ ગ્રુપ-બીમાંથી ક્વોલિફાય થયા છે, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝે ગ્રુપ-સી અને દક્ષિણ આફ્રિકામાંથી ક્વોલિફાય કર્યું છે અને હવે બાંગ્લાદેશે ગ્રૂપ-સીમાંથી ક્વોલિફાય કરીને સુપર-8માં પ્રવેશ કર્યો છે.
આ રાઉન્ડમાં દરેક 4 ટીમોના બે જૂથ છે. ગ્રુપ-1માં ભારત, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ છે જ્યારે ગ્રુપ-2માં ઈંગ્લેન્ડ, અમેરિકા, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ છે. એક ગ્રુપમાંથી એક ટીમ ત્રણ મેચ રમશે. દરેક ગ્રૂપની ટોચની બે ટીમ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે.
જુઓ સુપર-8 રાઉન્ડનું સંપૂર્ણ શેડ્યૂલ :
- અમેરિકા VS દક્ષિણ આફ્રિકા : 19 જૂન
- ઈંગ્લેન્ડ VS વેસ્ટ ઈન્ડિઝ : 20 જૂન
- અફઘાનિસ્તાન VS ભારત : 20 જૂન
- ઓસ્ટ્રેલિયા VS બાંગ્લાદેશ : 21 જૂન
- ઇંગ્લેન્ડ VS દક્ષિણ આફ્રિકા : 21 જૂન
- યુએસએ VS વેસ્ટ ઈન્ડિઝ : 22 જૂન
- ભારત VS બાંગ્લાદેશ : 22 જૂન
- અફઘાનિસ્તાન VS ઓસ્ટ્રેલિયા : 23 જૂન
- યુએસએ VS ઈંગ્લેન્ડ : 23 જૂન
- વેસ્ટ ઈન્ડિઝ VS દક્ષિણ આફ્રિકા : 24 જૂન
- ઓસ્ટ્રેલિયા VS ભારત : 24 જૂન
- અફઘાનિસ્તાન VS બાંગ્લાદેશ : 25 જૂન
T-20 વર્લ્ડ કપ 2024નો સુપર-8 રાઉન્ડ 19 જૂનથી શરૂ થશે. આ વર્લ્ડ કપમાં 20 ટીમો રમવા આવી હતી, જેને પાંચ-પાંચના ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી હતી. દરેક ગ્રુપની ટોચની બે ટીમ સુપર-8માં પહોંચી ગઈ છે.