હાઈલાઈટ્સ :
- કેન્દ્રમાં NDA ની 3.O સરકારના રચના બાદ મંત્રીમંડળ બન્યુ
- કેન્દ્રમાં NDA લોકસભા અધ્યક્ષ પદને લઈ જોવા મળતી હૂંસાતૂંસી
- નવી સરકારમાં લોકસભા અધ્યક્ષ કોણ હશે તેના પર સૌની નજર
- ભાજપ પ્રથમથી જ લોકસભા અકધ્યક્ષ પદ મેળવવા મક્કમ
- TDP-JDU પણ લોકસભા અધ્યક્ષ પદ મેળવવા છે આતૂર
- બીજી તરફ વિપક્ષે ઉપાધ્યક્ષ પદ મેળવવા કરી રહ્યુ છે માંગ
- જો સહમતી નહી સધાય તો અધ્યક્ષની ચૂંટણી યોજાશે
- જો અધ્યક્ષની ચૂંટણી યોજાશે તો તે ઈતિહાસમાં પ્રથમ હશે
કેન્દ્રમાં NDA ની 3.O સરકારના રચના બાદ પ્રધાન મંડળ પણ બની ગયુ છે. ત્યારે હવે લોકસભા અધ્યક્ષને લઈ માથાકૂટ ચાલી રહી છે.ભારતીય જનતા પાર્ટી લોકસભા અધ્યક્ષપદ પોતાની પાસે રાખવા માંગે છે અને ઉપાધ્યક્ષ પદ NDA ના સહયોગી દળોને આપવાના મૂડમાં છે.તો સામે TDP અને JDU અધ્યક્ષ પદ લેવા મક્કમ છે.આ બાબતે બેઠક પણ યોજી છે.ત્યારે હવે અધ્યક્ષ કયા પક્ષનો હશે તેના પર સૌની નજર છે.
એક તરફ NDA માં અધ્યક્ષ પદને લઈ ચર્ચાઓ યાલી રહી છે,બેઠકોના દોર પણ યથાવત છે.ત્યારે બીજી તરફ વિપક્ષ પણ ઉપાધ્યક્ષ પદની માંગ કરી રહ્યો છે.અને તેના પર વિપક્ષ અડગ છે.અને જો સહમતી નહી સધાય તો વિપક્ષ આગામી અઠવાડીયે લોકસભા અધ્યક્ષ પદ માટે ઉમેદવાર જાહેર કરશે અને જો આમ થશે તો સ્વતંત્ર ભારતમાં પ્રથમ વખત લોકસભા અધ્યક્ષ માટે ચૂંટણી થશે.
લોકસભાનું સંસદ સત્ર 24 જૂનથી શરૂ થવાની સંભાવના પ્રબળ બની છે અને જો NDA મા સહમતી નહી સધાય તો 26 જૂનના રોજ લોકસભા અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાઈ શકે છે.અને આ વખતે આ ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની રહેશે.
લોકસભા અધ્યક્ષ પદ માટે પક્ષ-વિપક્ષ ઉમેદવાર ઉતારશે તો જોકે,આ વખતે ઈન્ડિયા બ્લોક પણ સ્પીકરની ચૂંટણી લડી શકે છે.વાસ્તવમાં વિપક્ષી ગઠબંધન ડેપ્યુટી સ્પીકર પદની માંગ કરી રહ્યું છે. તેમનું કહેવું છે કે જો તેમને ડેપ્યુટી સ્પીકરનું પદ નહીં મળે તો તેઓ ચૂંટણી પણ લડશે.નોંધનિય છે કે સ્વતંત્ર ભારતમાં આજ સુધી, લોકસભાના સ્પીકર હંમેશા સર્વસંમતિથી ચૂંટાયા છે.
SORCE : પત્રિકા – અમર ઉજાલા