જણાવી દઈએ કે આ વીડિયોને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે લૉરેન્સ બિશ્નોઈ ગુજરાતની જેલમાં કેદ હતા ત્યારે તેણે આ વીડિયો કોલ પાકિસ્તાની ડોન ભાટીને કર્યો હતો. આ વીડિયો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે.
હાઈલાઈટ્સ
- લોરેન્સ બિશ્નોઈનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો
- વીડિયો સામે આવતાં ખળભળાટ મચી ગયો
- લોરેન્સ બિશ્નોઈએ જેલમાથી પાકિસ્તાની ડૉનને કર્યો વીડિયો કોલ
- પાકિસ્તાની ડોન ભાટીને કર્યો કોલ
કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ કથિત વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લોરેન્સ બિશ્નોઈ જેલમાં વીડિયો કોલ દ્વારા વાત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે લૉરેન્સ બિશ્નોઈ ગુજરાતની જેલમાં કેદ હતા ત્યારે તેણે આ વીડિયો કોલ પાકિસ્તાની ડોન ભાટીને કર્યો હતો. આ વીડિયો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. જોકે, ગુજરાતી ડેઈલી ટાઈમ્સ આ વીડિયોની બિલકુલ પુષ્ટિ કરતું નથી.
આ વીડિયોને લઈને ગુજરાતના મંત્રીની પ્રતિક્રિયા પણ સામે આવી છે. ગુજરાતના મંત્રી રૂષિકેશ પટેલે કહ્યું છે કે આ વીડિયો જૂનો છે કે નવો, તેની તપાસ કરવામાં આવશે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આ વીડિયો ક્યાંથી લીક થયો તેની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
શિરોમણી અકાલી દળના નેતા બિક્રમ સિંહ મજીઠિયાએ પોતાના એક્સ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો શેર કરતા તેણે લખ્યું છે કે તાજેતરમાં જ લોરેન્સ બિશ્નોઈએ પાકિસ્તાની ગેંગસ્ટર શહજાદ ભાટીને ગુજરાત જેલમાંથી ઈદની શુભેચ્છા પાઠવી છે.
મજીઠિયાએ શેર કરેલા વીડિયોમાં લોરેન્સ બિશ્નોઈ ઈદની શુભેચ્છા પાઠવતા જોવા મળી રહ્યા છે. જો કે, આ દરમિયાન વીડિયો કોલ પર વાત કરનાર વ્યક્તિ કહે છે કે ના, પાકિસ્તાન અને દુબઈમાં આજે ઈદની ઉજવણી કરવામાં આવી નથી.
🛑 Earlier, notorious gangster Lawrence Bishnoi murdered Punjabi singer Sidhu Moosewala.
🛑 Recently, Bishnoi wished Pakistani gangster Shahzad Bhatti on Eid from Gujarat Jail, demonstrating his ability to operate freely behind bars.
👉 Despite giving a live interview from… pic.twitter.com/FJb9zPXvtG— Bikram Singh Majithia (@bsmajithia) June 18, 2024