હાઈલાઈટ્સ :
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ વારાણસીની મુલાકાતે
- PM મોદીએ કિસાન સન્માન નિધિનો 17 મો હપ્તો જાહેર કર્યો
- તાલીમ મેળવનાર કૃષિ સખીઓને પ્રમાણપત્રો અર્પણ કર્યા હતા
- હું ચૂંટણી જીત્યા બાદ પહેલીવાર બનારસ આવ્યો છું. : PM મોદી
- હવે એવું લાગે છે કે માતા ગંગાએ મને દત્તક લીધો છે : PM મોદી
- કાશીની જનતાના પ્રેમને કારણે ત્રીજી વખત પ્રધાનસેવક બન્યો : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે તેમના મતક્ષેત્ર વારાણસી પહોંચ્યા છે.જ્યા કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજ સિંહ ચૌહણ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્વાગત કર્યુ હતુ.
વારાણસી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રિમોટ દબાવીને કિસાન સન્માન નિધી અંતર્ગત ખેડૂતોન માટે 17 મો હપ્તો જાહેર કર્યો હતો. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ સખી કાર્યક્રમ હેઠળ તાલીમ મેળવનાર કૃષિ સખીઓને પ્રમાણપત્રો અર્પણ કર્યા હતા.
પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે અમારી સરકાર અમારા ખેડૂત ભાઈ-બહેનોનું જીવન સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. અમે કાશીની પવિત્ર ભૂમિ પરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો જાહેર કરતાં ગર્વ અનુભવીએ છીએ. પીએમ મોદીએ પીએમ-કિસાન યોજનાનો 17મો હપ્તો જાહેર કર્યો. આનાથી 9.26 કરોડથી વધુ ખેડૂતોને 20,000 કરોડ રૂપિયાથી વધુનો લાભ મળશે. આ ઉપરાંત, પ્રધાનમંત્રીએ કૃષિ સખીઓ તરીકે પ્રશિક્ષિત 30,000 થી વધુ સ્વ-સહાય જૂથોને પ્રમાણપત્રોનું પણ વિતરણ કર્યું હતું.
આ પ્રસંગે જનસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આજે હું ચૂંટણી જીત્યા બાદ પહેલીવાર બનારસ આવ્યો છું.હું બનારસની જનતાને વંદન કરું છું.કાશીની જનતાના અપાર પ્રેમને કારણે મને ત્રીજી વખત દેશના મુખ્ય સેવક બનવાનું સૌભાગ્ય મળ્યું છે.કાશીની જનતાએ મને સતત ત્રીજી વખત તેમના પ્રતિનિધિ તરીકે ચૂંટીને મને આશીર્વાદ આપ્યા છે.હવે એવું લાગે છે કે માતા ગંગાએ મને દત્તક લીધો છે.વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યુ કે
કાશીની જનતાએ માત્ર સાંસદ જ નહીં પરંતુ ત્રીજી વખત વડાપ્રધાન પણ ચૂંટ્યા છે,તેથી આપ સૌને ડબલ અભિનંદન.તો દેશની જનતાએ આ ચૂંટણીમાં અભૂતપૂર્વ જનાદેશ આપ્યો હોવાનુ વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે,”આપણી માતાઓ અને બહેનો આટલી મોટી સંખ્યામાં અહીં હાજર છે.માતા-બહેનો વિના ખેતીની કલ્પના કરવી અશક્ય છે.તેથી હવે માતા-બહેનોની ભૂમિકા પણ ભજવવામાં આવી રહી છે. ખેતીને નવી દિશા આપી છે.” નમો ડ્રોન દીદીની જેમ,અમે ડિજિટલ ઈન્ડિયાના નિર્માણમાં આશા વર્કર તરીકે બહેનોનું કામ જોયું છે.હવે ખેતીને નવી તાકાત મળતી જોઈશું.આજે 30 હજારથી વધુ સહાયક જૂથોને આ યોજના આપવામાં આવી છે.સમગ્ર દેશમાં આ અભિયાનથી 3 કરોડ લાખપતિ દીદીઓ બનાવવામાં મદદ મળશે.
જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે,”તાજેતરમાં જ હું G7 મીટિંગમાં ભાગ લેવા ઇટાલી ગયો હતો.જો તમામ G7 દેશોના તમામ મતદારોને ભેગા કરવામાં આવે તો પણ ભારતમાં મતદારોની સંખ્યા 1.5 ગણી વધારે હશે. ”
સાથે જ જનસભાને સંબોધતા કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, “કૃષિ ભારતીય અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે અને ખેડૂત તેનો આત્મા છે.ભાજપ માને છે કે ખેડૂત ભગવાન છે અને ખેડૂતની સેવા કરવી એ ભગવાનની પૂજા છે.ખેતી અને ખેડૂતો પ્રત્યે વડા પ્રધાન મોદી અને અમારી સરકારની પ્રતિબદ્ધતા છે કે તેઓ વડા પ્રધાન બન્યા પછી પ્રથમ ફાઇલ પર સહી કરી ,તો તેઓએ ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિ જમા કરાવવાની ફાઇલ પર સહી કરી છે.
તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેર સભાને સંબોધતા કહ્યું, “આપણે બધાએ બદલાતી કાશી જોઈ છે.એક કાશી જે આજે એક નવા ક્વેવર અને નવી કાયાપલટ સાથે સમગ્ર વિશ્વમાં તેની નવી આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઓળખ બનાવી રહી છે. છેલ્લા 10 વર્ષોમાં આ નવી કાશીના કાયાકલ્પમાં માત્ર હજારો અને કરોડો રૂપિયાનું જ રોકાણ નથી થયું પરંતુ દુનિયાએ તેને બદલાતા જોયા છે.”