શેરબજારે બુધવારે સતત બીજા દિવસે ઓલ ટાઈમ હાઈનો રેકોર્ડ બનાવ્યો હતો. સપ્તાહના ત્રીજા દિવસે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 280 પોઈન્ટ ઉછળીને 77,581ની સપાટીએ પહોંચ્યો હતો.
હાઈલાઈટ્સ
- રેકોર્ડ તોડ ઊંચાઈ પર શેરબજાર
- સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર ઉછાળો
- BSE 280 પોઈન્ટ ઉછળીને 77,581ની સપાટીએ
- નિફ્ટી પણ 73 પોઈન્ટના વધારા સાથે 23,630ની સપાટીએ
શેરબજારે બુધવારે સતત બીજા દિવસે ઓલ ટાઈમ હાઈનો રેકોર્ડ બનાવ્યો હતો. સપ્તાહના ત્રીજા દિવસે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 280 પોઈન્ટ ઉછળીને 77,581ની સપાટીએ પહોંચ્યો હતો. હાલમાં સેન્સેક્સ 74.23 પોઈન્ટ અથવા 0.096 ટકાના વધારા સાથે 77,375.37 ના સ્તર પર ટ્રેન્ડ કરી રહ્યો છે.
નિફ્ટી પણ શરૂઆતના કારોબારમાં 73 પોઈન્ટના વધારા સાથે 23,630ની સપાટીએ પહોંચ્યો હતો. હાલમાં નિફ્ટી 11.70 પોઈન્ટ અથવા 0.050 ટકાના વધારા સાથે 23,569.60 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. આના એક દિવસ પહેલા 18 જૂનના રોજ શેરબજારે ઓલ ટાઈમ હાઈનો રેકોર્ડ બનાવ્યો હતો. BSE સેન્સેક્સ 308.37 પોઈન્ટ અથવા 0.40 ટકા ઉછળીને 77,301.14 ના સ્તર પર બંધ થયો. તે જ સમયે, NSE નો નિફ્ટી 92.30 પોઈન્ટ અથવા 0.39 ટકાના વધારા સાથે 23,557.90 ના સ્તર પર બંધ થયો હતો.