તમિલનાડુના અલ્લાકુરિચી જિલ્લામાં ગેરકાયદેસર દારૂ પીવાથી જીવ ગુમાવનારા લોકોના મામલામાં મદ્રાસ હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે AIADMK વકીલો દ્વારા કરવામાં આવેલી તાત્કાલિક સુનાવણીની માંગને સ્વીકારી લીધી છે. કોર્ટ હવે આ મામલે આવતીકાલે સુનાવણી કરશે.
હાઈલાઈટ્સ
- તમિલનાડુમાં દારુ પીવાથી 35 નાં મોત
- આ મામલે મદ્રાસ હાઈકોર્ટ કડક
- 21 જૂને આ મામલે સુનાવણી
- જસ્ટિસ ડી કૃષ્ણકુમાર અને કે કુમારેશ બાબુ કરશે સુનાવણી
તમિલનાડુના અલ્લાકુરિચી જિલ્લામાં ગેરકાયદેસર દારૂ પીવાથી જીવ ગુમાવનારા લોકોના મામલામાં મદ્રાસ હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે AIADMK વકીલો દ્વારા કરવામાં આવેલી તાત્કાલિક સુનાવણીની માંગને સ્વીકારી લીધી છે. કોર્ટ હવે આ મામલે આવતીકાલે સુનાવણી કરશે.
મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ ડી કૃષ્ણકુમાર અને કે કુમારેશ બાબુની ડિવિઝન બેંચ આવતીકાલે 21 જૂને આ મામલે સુનાવણી કરવા સંમત થઈ છે.