હાઈલાઈટ્સ :
- AAP નેતા અને સાંસદ સંજય સિંહ સામે ધરપકડ વોરંટ
- રાજ્યસભા સાંસદ સંજય સિહની મુશ્કેલી ફરી વધી શકે
- ઉત્તર પ્રદેશ કાર્ટે સંજય સિંહ સામે ધરપકડ વોરંટ જારી કર્યુ
- જિ.પં.ચૂંટણીમાં પરવાનગી વિના પ્રચાર કર્યો હોવાનો મામલે
- સંજય સિંહ સામે આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો હતો
- કોર્ટના આદેશની અવગણના કરવા બદલ વોરંટ જારી કરાયુ
દિલ્હી લિકર પાલિસી કેસમાં જેલમાંથા માંડ માંડ જામીન પર છુટેલા આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિહની મુશ્કેલી ફરી વધી શકે છે. હવે ઉત્તર પ્રદેશના કાર્ટે સંજય સિંહ સામે ધરપકડ વોરંટ જારી કર્યુ છે.
આ સમગ્ર મામલા પર નજર કરીએ તો તે ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લાના બંધુકલા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. જેમાં જિલ્લા પંચાયતની ચૂંટણી દરમિયાન તેમણે પરવાનગી વિના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કર્યો હતો.આ સંદર્ભમાં તેમની સામે આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો હતો.
આ કેસની સુનાવણી કરતા MPMLA કોર્ટના સ્પેશિયલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે અવાર નવાર AAP સાંસદ સંજય સિહને પૂછ પરછ માટે કોર્ટમા હાજર થવા આદેશ કર્યો છતા પણ સંજય સિંહે કોર્ટની અવગણના કરી હતી.આ પછી કોર્ટે આરોપી વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યુ અને કોર્ટમ રજૂ કરવી આદેશ આપ્યો હતો.જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શુભમ વર્માએ આ આદેશ આપ્યો છે.
ઉલ્લેખનિય છે કે વર્ષ 2021માં સંજય સિંહ સુલતાનપુર જિલ્લાના હસનપુર ગામમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયત સભ્ય ઉમેદવાર સલમા બેગમના પક્ષમાં પ્રચાર કરી રહ્યા હતા.તે દરમિયાન સંજય સિંહ સાથે લગભગ 50-60 વધુ લોકો હતા. ખાસ વાત એ છે કે આ અભિયાન માટે સંજય સિંહની પરવાનગી લેવામાં આવી ન હતી.તે સમયે રોગચાળો વિનાશ વેરતો હોવાથી,દરેક જગ્યાએ કલમ 144 લાગુ કરવામાં આવી હતી.આમ છતાં સંજય સિંહે કાયદાનો ભંગ કરીને ઝુંબેશ ચલાવી હતી.આ મામલે પોલીસ સ્ટેશન પ્રમુખ પ્રવીણ કુમાર દ્વારા 13 એપ્રિલ 2021ના રોજ તેમની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.
SORNCE : પાંચજન્ય