હાઈલાઈટ્સ :
- આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશ્વભરમા ઉજવણી
- રાજ્યકક્ષાનો યોગ દિવસ સરહદ પર નડાબેટ ખાતે યોજાયો
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી
- વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌઘરીની વિશેષ ઉપસ્થિતિમાં યોગ
- ભારત-પાકિસ્તાન સરહદે નડાબેટ જીરો પોઈન્ટથી જવાનો સાથે યોગ
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌને યોગથી નિરામય જીવનની શુભેચ્છાશુક્રવારે ગુજરાત રાજ્ય કક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવમાં આવ્યો,આ વર્ષે 10 યોગ દિવસ બનાસકાંઠાની પાકિસ્તાન સરહદે નડાબેટના જીરો પોઈન્ટ ખાતે યોજાયો હતો.જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના જવાનો સાથે યોગ કર્યા હતા. તેમની સાથે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિતના અગ્રણીઓ જોડાયા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યુ કે વિશ્વ નેતા આપણી સંસ્કૃતિની દેન યોગને વિશ્વમાં પ્રસ્થાપિત કર્યુ છે.ત્યારે સરહદી નડાબેટની જીરો પોઈન્ટ સહિત રાજ્યભરમાંથા યોગ માટે જોડીયેલ સૌનેનિરામય જીવનની શુભકામનાઓ.યોગ એ આરોગ્ય સુખાકારીનુ એક સબળ માધ્યમ છે.તેમા સહભાગી બનવાનો મોકો મળ્યો છે. સમગ્ર વિશ્વ આજે યોગમય બન્યુ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ ધર્મ,સમાજ સૌના આરોગ્ય માટે યોગભ્યાસ માટે પ્રેરિત કરી સૌને તંદુરસ્ત જીવન શૈલી સ્વિકારવાનું આહવાન કર્યુ છે.
તો આ પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વડગામડા ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ સ્થાનિક આગેવાનો-અધિકારીઓની ઉપસ્થિતિમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ.મુખ્યમંત્રીએ ખેડૂતો,ગામના આગેવાનો,મહિલાઓ અને યુવાનો સાથે લોકસંવાદ કરી તેમના પ્રશ્નો-સમસ્યાઓ સાંભળી હતી તેમજ તેના નિરાકરણ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.મુખ્યમંત્રીએ ગ્રામજનોને દીકરીઓને શિક્ષણ આપવા તેમજ પર્યાવરણની સુરક્ષા અને વીજળીની બચત માટે આખા ગામને સોલાર સજ્જ બનાવવા અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ આ તબક્કે ગ્રામજનોને નવીન ટ્યુબવેલની ભેટ આપી હતી.
SORCE :