હાઈલાઈટ્સ :
- UGC એ દેશની ડિફોલ્ટર યુનિવર્સિટીઓની યાદી જાહેર કરી
- દેશની 157 યુનિવર્સિટીઓ UGCની ડિફોલ્ટર યાદીમાં સમાવેશ
- 157 પૈકી 10 યુનિવર્સિટી ગુજરાતની તેમા 4 સરકારી,છ ખાનગી
- સમયાવધીમાં લોકપાલની નિયુક્તિ ન કરવા બદલ UGCની કાર્યવાહી
- 2023ના નિયમો અનુસાર વિદ્યાર્થીની ફરિયાદ નિવારણ લોકપાલ જરૂરી
- વારંવારની ટકોર છતા લોકપાલ ન નિમાતા UGC એ ડિફોલ્ટર યાદી બનાવી
વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ એટલે કે UGC એ દેશની ડેફોલ્ટર યુનિવર્સિટીઓની યાદી જાહેર કરી છે.આ યુનિવર્સિટીઓએ નિર્ધારિત સમયમાં લોકપાલની નિયુક્તિ નહી કરી હોવાથી UGC એ આ યાદી જાહેર કરતા દેશભની યુનિવર્સિટીઓમા હડકંપ મચી ગયો છે.
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે UGC એ દેશભરની ડિફોલ્ટર યુનિવર્સિટીઓનુ એક લિસ્ટ તૈયાર કર્યુ અને આવી 157 યુનિવર્સિટીઓનું એક લિસ્ટ જાહેર કર્યુ છે.આ યાદીમાં રાજસ્થાનની 14 યુનિવર્સિટીઓ સામેલ છે તેમાં 7 તો સરકારી યુનિવર્સિટી છે તે આશ્ચર્યની વાત છે. તો ગુજરાતની પણ 10 યુનિવર્સિટી છે.આ 157 માથી 108 યુનિવર્સિટી સરકારી યુનિવિર્સિટી છે તો 47 ખાનગી અને બે ડિમ્ડ યુનિવર્સિટી સામેલ છે.
UGC એ ડીફોલ્ટર જાહેર કરેલ ગુજરાતની 10 યુનિવર્સિટી
– ગુજરાતની 10 ડિફોલ્ટર યુનિ.પૈકી 4 સરકારી
– તો વળી છ ખાનગી યુનિવર્સિટી પણ ડિફોલ્ટર
– ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
– મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા
– સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ડિફોલ્ટર
-પ્રાઈવેટ યુનિવર્સિટીઓમાં અનંત નેશનલ યુનિવર્સિટી
-ગાંધીનગર યુનિવર્સિટી,ઇન્ડસ યુનિવર્સિટી
– કર્ણાવતી યુનિવર્સિટી,સાર્વજનીક યુનિવર્સિટી
– કે.એન.યુનિવર્સિટીનો પણ ડિફોલ્ટરમાં સમાવેશ
સરકારી યુનિવર્સિટીઓનની વાત કરીએ તો આંધ્રપ્રદેશની 4 સરકારી યુનિવર્સિટીઓ,બિહારની 3, છત્તીસગઢની 5, દિલ્હીની 1,ગુજરાતની 4, હરિયાણાની 2,જમ્મુ-કાશ્મીરની 1,ઝારખંડની 4,કર્ણાટકની 13, કેરળની 1,મહારાષ્ટ્રમાંથી 7,મણિપુરમાંથી 2,મેઘાલયમાંથી 1,ઓડિશામાંથી 11, પંજાબમાંથી 2, રાજસ્થાનમાંથી 7, સિક્કિમમાંથી 1,તેલંગાણામાંથી 1, તમિલનાડુમાંથી 3, ઉત્તર પ્રદેશમાંથી 10, ઉત્તરાખંડમાંથી 4 અને પશ્ચિમ બંગાળમાંથી 14 યુનિવર્સિટીઓને સરકારી ડિફોલ્ટર જાહેર કરવામાં આવી છે.
ખાનગી યુનિવર્સિટીઓનની વાત કરીએ તો આંધ્રપ્રદેશની 2, બિહારની 2, ગોવાની 1, ગુજરાતની 6, હરિયાણાની 1, હિમાચલ પ્રદેશની 1, ઝારખંડની 1, કર્ણાટકની 3, મધ્યપ્રદેશની 8, મહારાષ્ટ્રની 2 ખાનગી યુનિવર્સિટીઓ. રાજસ્થાનમાંથી 7, સિક્કિમમાંથી 2, તમિલનાડુમાંથી 1, ત્રિપુરામાંથી 3, યુપીમાંથી 4, ઉત્તરાખંડમાંથી 2 અને દિલ્હીમાંથી 2 ખાનગી યુનિવર્સિટીઓને ડિફોલ્ટર જાહેર કરવામાં આવી છે.
નોંધનિય છે કે UGC ના 2023 ના નિયમો અનુસાર વિદ્યાર્થીઓની ફરિયાદોની સુનાવણી માટે દરેક કોલેજમાં એક લોકપાલની નિયુક્તિ ફરજીયાત છે.અને તેની સમય મર્યાદા પણ નક્કી કરવામાં આવી હતી.હવે નિર્ધારીત સમય મર્યાદામા દેશની 157 જેટલી યુનિવર્સિટીઓએ લોકપાલની નિમણુંક કરી ન હતી એટલુ જ નહી પણ વારંવાર ટકોર કરવા છતા પણ ધ્યન ન અપાયુ ત્યારે UGC એ આ મામલાને ગંભીરતાથી લેતા આ તમામ યુનિવર્સિટીઓને ડિફોલ્ટરની યાદીમા મુકી દીધી છે.
SORCE : અમર ઉજાલા,ગુજરાત સમાચાર,સત્ય ડે