હાઈલાઈટ્સ :
- બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ભારતની રાજ્ય મુલાકાતે
- બંને દેશના PM મુલાકાત પર વિદેશ સચિવ વિનય ક્વાત્રાની PC
- વડાપ્રધાન મોદીએ બાંગ્લાદેશના PM સાથે કરી દ્વીપક્ષીય મુલાકાત
- બંને દેશો વચ્ચે કેટલાક MOU નુ આદાન-પ્રદાન કરવામાં આવ્યુ
- બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ અંગે વિગતેચર્ચા કરવામાં આવી
- એશિયામાં બાંગ્લાદેશી ઉત્પાદનો માટે ભારત સૌથી મોટું બજાર
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાની ભારતની રાજ્ય મુલાકાત પર,વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ પત્રકારોને વિગતો આપી હતી.તેમણે મીડિયાને સંબોધન કરતા બંને દેશો વચ્ચેની ચર્ચા વગેરે પર વાત કરી હતી.
વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું હતું કે,”બંને પક્ષોએ ભારતના પ્રક્ષેપણ વાહન પર બાંગ્લાદેશ માટે સંયુક્ત રીતે ઉપગ્રહો વિકસાવવાના હેતુથી અવકાશ તકનીક પરMOUનું આદાન-પ્રદાન કર્યું હતું..
બંને વચ્ચે સંરક્ષણ સહયોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી.નેતાઓ અને તેઓએ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ વધારવાની જરૂરિયાત અને આતુરતા પર ભાર મૂક્યો હતો,કનેક્ટિવિટી એ ભારત-બાંગ્લાદેશ ભાગીદારીના કેન્દ્રીય સ્તંભોમાંનું એક છે.”
બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાની ભારતની રાજ્ય મુલાકાત પર વધુમા વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ કહ્યું,”એશિયામાં બાંગ્લાદેશી ઉત્પાદનો માટે ભારત સૌથી મોટું બજાર છે.અમે આશા રાખીએ છીએ કે CEPA વાટાઘાટ ટૂંક સમયમાં શરૂ થશે અને નવા સરહદ બજારો પણ શરૂ થશે.
આજે મત્સ્યપાલન અને આરોગ્ય ક્ષેત્રે બે અલગ-અલગ MOUપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.આજે દસ કરારો થયા છે.બંને નેતાઓ વચ્ચેની મુલાકાત, ચર્ચાઓ અને પરિણામો ખૂબ જ અર્થપૂર્ણ અને હેતુપૂર્ણ રહ્યા છે.”