આજથી 18મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થઈ રહ્યું છે. 3 જુલાઈ સુધી ચાલનારા સત્રના પ્રથમ બે દિવસમાં નવા સાંસદોને શપથ ગ્રહણ કરવામાં આવશે. આ સત્ર મોદી 3.0નું પ્રથમ સત્ર હશે. નવા લોકસભા અધ્યક્ષની ચૂંટણી બુધવારે એટલે કે 26 જૂને થશે, જ્યારે ગુરુવારે એટલે કે 27 જૂને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. પ્રોટેમ પ્રેસિડેન્ટની નિમણૂક અને NEET-UG પેપર લીક સહિતના અનેક મુદ્દાઓ પર વિપક્ષે સરકારને ઘેરવાની રણનીતિ બનાવી છે. આવી સ્થિતિમાં પહેલા દિવસે જ હંગામો થવાની સંભાવના છે.
પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબે શપથ લીધા
રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભર્તૃહરિ મહતાબને પ્રોટેમ સ્પીકર તરીકેના શપથ લેવડાવ્યા હતા. તમને જણાવી દઈએ કે મહતાબ સાત વખત સાંસદ રહી ચૂક્યા છે. છ વખત તેઓ બીજુ જનતા દળ અને આ વખતે બીજેપીની ટિકિટ પર લોકસભા ચૂંટણી જીત્યા છે.
BJP MP Bhartruhari Mahtab takes oath as pro-tem Speaker
Read @ANI Story | https://t.co/ii9mVIMRON#BhartruhariMahtab #ProtemSpeaker #BJP #Parliament pic.twitter.com/PAvCnlBY4y
— ANI Digital (@ani_digital) June 24, 2024