હાઈલાઈટ્સ :
- દિલ્હી લિકર કૌભાંડ કેસમા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ જેલમાં
- અરવિંદ કેજરીવાલે જેલ મુક્તી માટે સુપ્રીમ કાર્ટમાં કરી અરજી
- જામીન માટે મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલને જોવા પડશે રાહ
- સુપ્રીમ કાર્ટ તરફથી કેજરીવાલને હાલ તુરત કાઈ રાહત નહી
- સુપ્રીમ કાર્ટે કેજરીવાલને હાઈકાર્ટના નિર્ણયની રાહ જોવા કહ્યુ
- આગામી 26 જૂનને બુધવારે સુપ્રીમ કાર્ટ હાથ ધરશે સુનાવણી
લિકર પોલીસી કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ જેલવાસ ભોગવી રહ્યા છે.તેઓ જામીન મેળવવા કાર્ટમા અરજી કરી રહ્યા છે પરંતુ તેમને નિરાશા જ સાંપડી રહી છે.ત્યારે આ મામલે સુપીમ કાર્ટ તરફથી પણ હાલ કોઈ રાહ તમળી નથી.
અરવિંદ કેજરીવાલ વતી સુપ્રીમ કાર્ટમા દાખલ કરવામાં આવેલી અરજી અંગે કાર્ટે કહ્યુ કે પહેલા હાઈકાર્ટ તરફથી નિર્ણય આવવ દો અથવા તો હાઈકાર્ટમાં કરેલી અરજી પરત ખેંચો ત્યારબાદ આગળ સુનાવણી થઈ શકે છે.
દારૂ કૌભાંડ કેસમાં જામીન પર પ્રતિબંધ વિરુદ્ધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાલમાં કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. કેજરીવાલે દાખલ કરેલી અરજીમાં દિલ્હી હાઈકોર્ટના રિલીઝ પર રોક લગાવવાના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો.
જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ એસવીએન ભાટીની બેંચ સમક્ષ સુનાવણી દરમિયાન અરજદારે કહ્યું કે હાઈકોર્ટ તેમની અરજી પર
સુનાવણી કરી રહી નથી કારણ કે આવો જ એક કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે પહેલા હાઈકોર્ટમાંથી તમારી અરજી પાછી ખેંચો,પછી અમારી પાસે આવો.
સુપ્રીમ કોર્ટ 26 જૂનને બુધવારે આ મામલે વધુ સુનાવણી કરશે એટલે કે હાઈકોર્ટના આદેશની રાહ જોવાશે.તેથી હાલ યથાવત સ્થિતિ યથાવત રહેશે. બુધવારની સુનાવણી પહેલા દિલ્હી હાઈકોર્ટનો આદેશ પણ આવી જાય તેવી આશા છે.ત્યારે હવે અરવિંદ કેજરીવાલે પણ જામીન માટે રાહ જોવી પડશે.
અત્રે ઉલ્લેખનિય છે કે નિચલી અદાલતે કથિત દિલ્હી દારૂ નીતિ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા હતા.જોકે બાદમા આ નિર્ણયને EDએ દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો.અને હાઈકોર્ટે જામીન પર સ્ટે મુક્યો હતો.કેજરીવાલે હાઈકોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
SORCE : આજતક – એબીપી ન્યૂઝ