T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સુપર-8 મેચ રમાશે. બંને ટીમો વચ્ચે પ્રથમ મુકાબલો હશે.આજે ટીમ ઈન્ડિયાને સેમીફાઇનલ માં પહોંચવા માટે સારો મોકો છે જો આજે ઓસ્ટ્રેલિયા આ મેચ હારશે તો સેમીફાઇનલમાંથી બહાર થઈ જશે
- હાઈલાઈટ્સ :
- આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સુપર-8 મેચ રમાશે
- આ મેચમાં જીત કે હાર ટુર્નામેન્ટમાં સેમિફાઇનલ ટીમ નક્કી કરાશે
- ઓસ્ટ્રેલિયા પર ટુર્નામેન્ટમાંથી બહાર થવાનો ખતરો
- ભારત આજે ઓસ્ટ્રેલિયાને હરાવતા જ સેમિફાઈનલમાં પહોંચી જશે
- 27 જૂને બંને સેમીફાઇનલ રમાશે
- 29 જૂને ફાઇનલ મેચ બાર્બાડોસમાં રમાશે
આજે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે મેદાનમાં ઉતરશે.જો ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવવામાં સફળ રહેશે તો તે સેમીફાઈનલમાં પહોંચી જશે.સાથે જ જો ઓસ્ટ્રેલિયા હારશે તો મુશ્કેલીઓ વધી જશે.આ પછી અફઘાનિસ્તાને બાંગ્લાદેશ સામે રમવાનું છે.અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની ટીમો 25 જૂને સામસામે ટકરાશે.જો કે આ ગ્રુપના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો સેમીફાઈનલની રેસ ઘણી રસપ્રદ છે. જો કે આ સમયે ભારતનો દાવો ઘણો મજબૂત છે, પરંતુ ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે રસપ્રદ યુદ્ધ ચાલી રહ્યું છે.
ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશને ગ્રુપ-1માં રાખવામાં આવ્યા છે. આ ગ્રૂપમાં સેમીફાઈનલની લડાઈ મજેદાર છે. અત્યાર સુધી કોઈ ટીમ લાસ્ટ-4 માટે ક્વોલિફાય થઈ શકી નથી. જો કે ભારતીય ટીમ 2 મેચમાં 4 પોઈન્ટ સાથે ટોપ પર છે.રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ સેમિફાઇનલ રમશે તે લગભગ નિશ્ચિત છે. આ સિવાય ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનના 2-2 પોઈન્ટ સમાન છે, પરંતુ સારા નેટ રન રેટના કારણે ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને છે. આ ગ્રુપમાં અફઘાનિસ્તાન ત્રીજા સ્થાને અને બાંગ્લાદેશ ચોથા સ્થાને છે.
દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું છે.વેસ્ટ ઈન્ડિઝને 3 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. તે જ સમયે, આ જીત બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ પહેલા જોસ બટલરની આગેવાનીમાં ઈંગ્લેન્ડે સેમીફાઈનલમાં જગ્યા બનાવી હતી. અત્યાર સુધીમાં, સેમિફાઇનલ રમનાર બે ટીમો નક્કી થઈ ગઈ છે, જ્યારે બે ટીમો નક્કી થવાની બાકી છે. વાસ્તવમાં દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ ગ્રુપ-2માંથી ક્વોલિફાઈ થઈ ગયા છે.
ભારત,અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમીફાઇનલની રેસ, જાણો સંપૂર્ણ સમીકરણ
ભારત બહાર થશે : જો ઓસ્ટ્રેલિયા 41 રનથી હારવી દે અને અફઘાનિસ્તાન આગામી મેચમાં બાંગ્લાદેશને 83 રનથી હરાવે.
ભારત ટોપ-2માં પહોંચશે : ઓસ્ટ્રેલિયાને હરાવતા જ સેમિફાઈનલમાં પહોંચી જશે
ઓસ્ટ્રેલિયા બહાર થશે : જો ભારતથી હારી જશે, અફઘાનિસ્તાન બાંગ્લાદેશને હરાવે તો..
ઓસ્ટ્રેલિયા ટોપ-2માં પહોંચશે : જો ભારતને હરાવી દે અને અફઘાનિસ્તાન બાંગ્લાદેશ પર જીતનું માર્જિન 36 રનથી ઓછું રહે.