Parliament Session 2024 : 18મી લોકસભાના સંસદ સત્રના પહેલા દિવસે 266 સાંસદોએ શપથ લીધા. પીએમ મોદીએ તેમની કેબિનેટ સાથે સાંસદ તરીકે શપથ લીધા.ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પહેલા દિવસે ‘સંવિધાન માર્ચ’ સાથે ગૃહમાં તેમના કાર્યકાળની શરૂઆત કરી હતી.
- હાઈલાઈટ્સ :
- 26 જૂન લોકસભાના સ્પીકર પદ માટે ચુંટણી
- આવતીકાલે સવારે 11 વાગ્યે લોકસભા અધ્યક્ષ માટે મતદાન થશે
- 72 વર્ષમાં પહેલીવાર આ પદ માટે ચુંટણી થશે
- પહેલા 1952 અને 1976 માં સ્પીકર માટે ચુંટણી થઈ હતી
આજે એટલે કે 25મી જૂને સંસદ સત્રનો બીજો દિવસ છે. સવારે 11 વાગ્યાથી શરૂ થનારા આ સત્ર દરમિયાન પહેલા દિવસે બાકી રહેલા બાકીના સાંસદોને શપથ લેવડાવવામાં આવશે. તે જ સમયે, આજે એનડીએ તેના લોકસભા સ્પીકર ઉમેદવારના નામની જાહેરાત કરી શકે છે.
આવતીકાલે સવારે 11 વાગ્યે લોકસભા અધ્યક્ષ માટે મતદાન થશે
લોકસભાના અધ્યક્ષ માટે આવતીકાલે સવારે એટલે કે 26 જૂને સંસદ સત્રના ત્રીજા દિવસે સવારે 11 વાગ્યે મતદાન થશે. એનડીએના ઓમ બિરલા સામે વિરોધ. સુરેશને લોકસભા અધ્યક્ષ પદ માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
ઓમ બિરલા સામે સુરેશને મેદાનમાં ઉતાર્યા
દેશના ઈતિહાસમાં પહેલીવાર સ્પીકર માટે ચૂંટણી થશે, વિપક્ષે ઓમ બિરલા વિરુદ્ધ અરજી કરી છે. સુરેશને લોકસભા અધ્યક્ષ પદ માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
Congress MP K Suresh filed his nomination for the post of Speaker of the 18th Lok Sabha
NDA has fielded BJP MP Om Birla for the post of Speaker
(Picture shared by a Congress MP) pic.twitter.com/q5ZbvRVrgR
— ANI (@ANI) June 25, 2024
ઓમ બિરલા NDAના ઉમેદવાર હશે
લોકસભા સ્પીકર માટે એનડીએના ઉમેદવારનું નામ લગભગ નક્કી થઈ ગયું છે. સ્પીકર પદ માટે ઓમ બિરલાનું નામ નક્કી કરવામાં આવ્યું છે.
ઓમ બિરલા સંસદ પહોંચ્યા
ભાજપના સાંસદ ઓમ બિરલા સંસદ પહોંચ્યા. બિરલા ત્રીજી વખત રાજસ્થાનની કોટા લોકસભા સીટથી સાંસદ બન્યા છે.
#WATCH | Delhi: BJP MP Om Birla reaches Parliament.
The nominations for Lok Sabha Speaker and Deputy Speaker will take place today. pic.twitter.com/ukRlI6f1ud
— ANI (@ANI) June 25, 2024
1952માં શું થયું હતું ?
1952માં પ્રથમ વખત સ્પીકર પદ માટે જીવી માવલંકર અને શંકર શાંતારામ વચ્ચે ચુંટણી યોજાઇ હતી.મોટાભાગના સભ્યોએ માવલંકર ને મત આપ્યો હતો. 2009 થી 2014 સુધી 15 મી લોકસભણ સ્પીકર રહી ચૂકેલા મીરા કુમાર લોકસભામાં સ્પીકરનું પદ સાંભળનાર પ્રથમ મહિલા હતા ભાજપના સુમિત્રા મહાજન 16 મી લોકસભાના સ્પીકર બન્યા