T20 World Cup 2024 Semi Final 2 : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમીફાઈનલ મેચ ગયાનામાં રમાશે.આ મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી.
- હાઈલાઈટ્સ :
- પ્રથમ સેમિફાઇનલ મેચ અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે
- બીજી સેમિફાઇનલ મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે
- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી
- 27 જૂને બંને સેમીફાઇનલ રમાશે
- 29 જૂને ફાઇનલ મેચ બાર્બાડોસમાં રમાશે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમીફાઈનલ મેચ ગયાનામાં રમાશે. ટીમ ઈન્ડિયા આ મેચ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.ભારતે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. ઈંગ્લેન્ડ માટે આ મેચમાં જીત આસાન નહીં હોય.તેને આકરા પડકારનો સામનો કરવો પડશે. જો સેમી ફાઈનલ મેચના નિયમોની વાત કરીએ તો આ મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. જો વરસાદ થશે તો ટીમ ઈન્ડિયાને ફાયદો થશે.
ભારતે તેની તમામ ગ્રુપ મેચ જીતી હતી.આ પછી તેણે સુપર 8ની તમામ મેચો જીતી લીધી. હવે ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. ઇંગ્લેન્ડની વાત કરીએ તો, તેઓએ સુપર 8માં 3 મેચ રમી અને 2 જીતી.T20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ સેમિફાઇનલ મેચ અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે.આ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.
ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી
T20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમિફાઇનલ મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. જો આ મેચ વરસાદને કારણે પ્રભાવિત થાય છે તો તેના માટે વધારાનો સમય રાખવામાં આવ્યો છે. આ મેચ માટે 250 મિનિટ વધારાની રાખવામાં આવી છે. પ્રથમ સેમિફાઇનલ મેચ માટે 60 મિનિટનો વધારાનો સમય છે.આ સાથે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે.
જો વરસાદના કારણે સેમીફાઈનલ રદ્દ થશે તો ભારતને થશે ફાયદો
જો ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ્દ થશે તો કેપ્ટન રોહિત શર્માને ફાયદો થશે. તેની ટીમ સીધી ફાઇનલમાં પહોંચશે. નિયમો અનુસાર બીજી સેમીફાઈનલ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. જેના કારણે પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેનારી ટીમ ફાઈનલમાં જશે. સુપર 8ના ગ્રુપ 1ના પોઈન્ટ ટેબલમાં ટીમ ઈન્ડિયા ટોપ પર છે. ભારતે 3 મેચ રમી અને તમામ જીતી.