કર્ણાટકના હાવેરી જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં યાત્રાળુઓથી ભરેલી મિની ટ્રાવેલર બસ પુણે-બેંગલુરુ નેશનલ હાઈવે પર ઉભેલા ટ્રક સાથે અથડાઈ હતી.
હાઈલાઈટ્સ
- પુણે-બેંગલુરુ હાઈવે પર અકસ્માત
- યાત્રાળુઓથી ભરેલી બસનો અકસ્માત
- હાઈવે પર ઉભેલા ટ્રક સાથે અથડાઈ બસ
- બસ ટ્રક સાથે અથડાતા 13 લોકોના મોત
- ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા
કર્ણાટકના હાવેરી જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં યાત્રાળુઓથી ભરેલી મિની ટ્રાવેલર બસ પુણે-બેંગલુરુ નેશનલ હાઈવે પર ઉભેલા ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે. બ્યાડગી તાલુકામાં ગુંદેનહલ્લી ક્રોસ પાસે આ અકસ્માત થયો હતો. જીવ ગુમાવનારાઓમાં 2 બાળકો અને 7 મહિલાઓનો સમાવેશ થાય છે. ચાર ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત સમયે બસમાં 17 લોકો સવાર હતા
બસના ચાલક ઊંઘી જવાના કારણે અકસ્માત સર્જાયો હતો
મિની બસમાં મુસાફરી કરી રહેલા તમામ મુસાફરો શિવમોગ્ગા જિલ્લાના ભદ્રાવતી તાલુકાના યેમાહટ્ટી ગામના છે. તમામ લોકો બેલાગવી જિલ્લાના સાવદત્તી ખાતે આવેલા યેલમ્મા મંદિરના દર્શન કરીને ભદ્રાવતી પરત ફરી રહ્યા હતા. અકસ્માતમાં ઘાયલ એક મહિલાએ જણાવ્યું કે બસ ડ્રાઈવર સૂઈ રહ્યો હતો. જ્યારે લોકોએ તેને આરામ કરવાનું કહ્યું તો તેણે કહ્યું કે મોડું થશે. ડ્રાઇવરે કોઈને સાંભળ્યા વિના બસ ચલાવી અને જ્યારે તે સૂઈ ગયો, ત્યારે વાહન એક ટ્રક સાથે અથડાયું.
#WATCH | Haveri, Karnataka | 13 people, including 3 children died and 2 people critically injured after the Tempo Traveller they were travelling in rammed into a parked lorry: Haveri SP Anshu Kumar Srivastava pic.twitter.com/f1JPGgehI8
— ANI (@ANI) June 28, 2024