ગુજરાતના રાજકોટમાં પણ દિલ્હી એરપોર્ટ જેવી ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટ એરપોર્ટ ટર્મિનલની બહાર શનિવારે ભારે વરસાદને કારણે છત તૂટી પડી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈને ઈજા થવાના સમાચાર નથી.
હાઈલાઈટ્સ
- ગુજરાતના રાજકોટમાં પણ દિલ્હી એરપોર્ટ જેવી ઘટના બની
- રાજકોટ એરપોર્ટ ટર્મિનલની બહાર છત તૂટી
- શનિવારે ભારે વરસાદને કારણે છત તૂટી પડી હતી
- દુર્ઘટનામાં કોઈને ઈજા થવાના સમાચાર નથી
ગુજરાતના રાજકોટમાં પણ દિલ્હી એરપોર્ટ જેવી ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટ એરપોર્ટ ટર્મિનલની બહાર શનિવારે ભારે વરસાદને કારણે છત તૂટી પડી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈને ઈજા થવાના સમાચાર નથી.
VIDEO | Canopy collapses at the passenger pickup and drop area outside #Rajkot airport terminal amid heavy rains.
(Source: Third Party) pic.twitter.com/gsurfX2O1S
— Press Trust of India (@PTI_News) June 29, 2024
સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં એરપોર્ટના અધિકારીઓ છત પડતા સમયે સ્થળ પર જોવા મળી રહ્યા છે. આ ઘટના ટર્મિનલની બહાર પેસેન્જર પિક-અપ અને ડ્રોપ વિસ્તારમાં બની હતી. આના એક દિવસ પહેલા પણ આવી જ ઘટના દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 1 પર બની હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને કેટલાક લોકો ઘાયલ થયા હતા.
શુક્રવારે હવામાન વિભાગે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય છે, જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વ્યાપક વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે એમ પણ જણાવ્યું કે આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ જારી રહેશે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ શનિવારે દક્ષિણ ગુજરાત માટે ‘યલો એલર્ટ’ જારી કર્યું છે, જેમાં ભારે વરસાદની સંભાવના છે.