હાઈલાઈટ્સ :
- જુલાઈના પ્રથમ દિવસે લોકો માટે રાહતના સમાચાર
- 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડર 31 રૂપિચા સસ્તો
- વધતી મોંઘવારી વચ્ચે લોકો માટે રાહતભર્યા સમાચાર
- કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત ઘટીને રૂ.1646 થઈ
- ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી
આજે 1 લી જુલાઈના દિવસે જ ખાસ કરીને મોંઘવારીને લઈ લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે.જેમો 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં રૂપિયા 31નો ઘટાડો થયો છે.
જુલાઈ મહિનાના પ્રથમ દિવસે ફુગાવાના મોરચે રાહત આપનારા સારા સમાચાર છે.જેમાં 19 કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તો થયો છે.જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ તેની કિંમતમાં 31 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે.નવા દરો આજથી લાગુ થઈ ગયા છે.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર,રાજધાની દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 30 રૂપિયા ઘટીને 1646 રૂપિયા થઈ ગઈ છે,જે પહેલા 1676 રૂપિયામાં મળતી હતી.
કોલકાતામાં તેની કિંમત ઘટીને 1756 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે,જે પહેલા 1787 રૂપિયા હતી.મુંબઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 31 રૂપિયાથી 1598 રૂપિયા સસ્તો થયો છે,જે પહેલા 1629 રૂપિયા હતો.ચેન્નાઈમાં એક સિલિન્ડર 1809.50 રૂપિયામાં ઉપલબ્ધ છે.
આ સતત ચોથો મહિનો છે જ્યારે તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો છે. જોકે, 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે દિલ્હીમાં 803 રૂપિયા અને મુંબઈમાં 802.50 રૂપિયામાં ઉપલબ્ધ છે.
નોંધનિય છે તે કંપનીઓએ 30 ઓગસ્ટ, 2023ના રોજ તેમાં 200 રૂપિયાનો મોટો ઘટાડો જાહેર કર્યો અને પછી કિંમત ઘટીને 903 રૂપિયા થઈ ગઈ. આ પછી, ફરીથી 9 માર્ચ, 2024 ના રોજ, કંપનીઓએ તેની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.
SORNCE – હિન્દુસ્તાન સમાચાર