Champions Trophy 2025 Team India : આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા આમાં રમશે કે નહીં તે અંગેનો જવાબ જય શાહે આપ્યો છે.
- હાઇલાઇટ્સ :
- ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બની
- ટીમ ઇન્ડિયાએ સાત રનથી T20 વર્લ્ડ કપની જીતી ટ્રોફી
- ભારતીય ટીમે બીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો
- રોહિત અને કોહલીએ T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
- રવિન્દ્ર જાડેજા એ પણ T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
- રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે 17 વર્ષ બાદ T20 વિશ્વ કપ પોતાના નામે કર્યો
- બાર્બાડોસમાં હવામાન ખરાબ હોવાના કારણે ભારતીય ટીમ હજી પરત નથી આવી
Champions Trophy 2025 Team India : ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપની ચેમ્પિયન બની ગઈ છે. આ પછી વિરાટ કોહલી અને રોહિત શર્માએ T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ યાદીમાં રવિન્દ્ર જાડેજા પણ જોડાયા છે. હવે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની તૈયારી કરવાની છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે વિરાટ અને રોહિત આમાં રમશે કે નહીં તે અંગે જવાબ આપ્યો છે. એક રિપોર્ટ અનુસાર, જય શાહે કહ્યું કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં T20 વર્લ્ડ કપ જેવી ટીમ બનાવવામાં આવશે. તેમાં રોહિત અને વિરાટ પણ હશે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ફેબ્રુઆરીમાં આયોજિત થવાની છે. આ ODI ફોર્મેટમાં હશે. ટીમ ઈન્ડિયાનું આગામી લક્ષ્ય આ આઈસીસી ખિતાબ છે. આમાં વિરાટ અને રોહિત પણ રમશે. જય શાહે કહ્યું કે, “હું ઈચ્છું છું કે ટીમ ઈન્ડિયા તમામ ટાઈટલ જીતે.અમારી પાસે સૌથી મોટી બેન્ચ સ્ટ્રેન્થ છે. આ ટીમના માત્ર ત્રણ ખેલાડીઓ જ ઝિમ્બાબ્વે રમવાના છે. અમારી ટીમ જે રીતે આગળ વધી રહી છે, આગામી લક્ષ્ય વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ચેમ્પિયન્સ ટ્રોફી છે. આમાં સમાન પ્રકારની ટીમ બનાવવામાં આવશે. આમાં સિનિયર ખેલાડીઓ પણ રમશે.
રોહિત-વિરાટ વનડે અને ટેસ્ટ પર ફોકસ કરશે
વાસ્તવમાં વિરાટ અને રોહિતે નિવૃત્તિ જાહેર કરી દીધી છે. આ બંને ખેલાડીઓ હવે T20 ઈન્ટરનેશનલમાં નહીં રમે. કોહલી અને રોહિત હવે વનડે અને ટેસ્ટ ફોર્મેટ પરફોકસ કરશે. ટીમ ઈન્ડિયા હવે T20 વર્લ્ડ કપ બાદ ઝિમ્બાબ્વે સામે સીરિઝ રમશે. બીસીસીઆઈએ આ શ્રેણી માટે મોટાભાગે યુવા ખેલાડીઓની પસંદગી કરી છે.
ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાનમાં થશે
આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે. આમાં કુલ 8 ટીમો 15 મેચ રમશે. પરંતુ કદાચ ટીમ ઈન્ડિયા અહીં રમવા નહીં જાય. આ અંગે અનેક પ્રકારના નિવેદનો સામે આવ્યા છે. આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલ પર યોજવામાં આવી શકે છે. ટીમ ઈન્ડિયાની મેચ અન્ય કોઈ સ્થળે યોજાઈ શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.