હાઈલાઈટ્સ :
- ગુજરાતમા છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસી રહેલી વરસાદની હેલી
- વાવેતર લાયક સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં પણ હરખની હેલી
- છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છ -દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ
- ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદથી વાતાવરણમાં ઠંડક
- સૌરાષ્ટ્રના જૂનાગઢ,દેવભૂમિ દ્વારકા,પોરબંદર,કચ્છ વિસ્તારમાં મેઘકહેર
- સૌરાષ્ટ્રમાં કેટલાક વિસાતરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ
- વહીવટી તંત્ર સજ્જ લોકોના સ્થાળાંતર,રાહત-બચાવની કામગીરી
- વાવેતર લાયક વરસાદથી રાજ્યમાં સારા કૃષિ ઉત્પાદનની વધી આશા
- ભારે વરસાદને લઈ નિચાણવાળા વિસ્તારના લોકો જળભરાવથી ત્રસ્ત
ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી મેઘમહેર જોવા મળી છે જોકે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં મેઘ કહેર વર્તાઈ રહ્યો છે.તો દક્ષિણ ગુજરાતના નવસારી અને ડાંગ જિલ્લામા પણ ભારે વરસાદ વરસ્યો છે.તો આ તરફ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ જોવા મળ્યો છે.ત્યારે આપણે રાજ્યમાં ચાલી રહેલી વરસાદની હેલી પર નજર કરવા પ્રાસ કરીએ.
ગુજરાતમાં ખાસ કરીને ખેડૂતો માટે સારા સમાચાર છે કે છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યમાં ચાલી રહેલ મેઘમહેરને લઈ સાર્વત્રિક વરસાદ થયો છે.તેથા રાજ્યમાં કૃષિ વાવેતર થઈ શકે તેવી સ્થિતિ છે.તેથી ખેડૂતોમાં પણ હરખની હેલી જોવા મળે છે.તો રાજ્યના કૃષિ ગ્રોથમાં પણ ફાયદા કારક આ વરસાદ બનશે.જોકે ક્યાંક સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ધીમે ધીમે મેઘ મહેર હવે મેઘ કહેરમા પરિવર્તિત થઈ રહ્યો છે.
રાજયમાં પડી રહેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો ગત રાત્રીથી ગુજરાતના 208 તાલુકામા અવિરત વરસાદ વરસ્યો છે.જેમા સૌથી વધુ જૂનાગઢના વંથલીમા 14 ઈચ વરસાદ ખાબક્યો છે તો વિસાવદરમાં છેલ્લા 24 કલાકમા 13 ઈચ,જૂનાગઢમાં 11 ઈંચ,કેશોદમાં 10 ઈંચ,ખંભાળીયામાં 9 તો માણાવદરમા 8 ઈંચ અને દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 8 ઈંચ અને મેંદરડામાં સાડા સાત અને ધોરાજીમા સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે.
ગતરોજ સોમવારે પણ રાજ્યમા ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી.જેમા પણ જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ વરસાદ જોવા મળ્યો હતો. વધુ વિગતે વાત કરીએ તો રાજ્યના 30 તાલુકામા 4 ઈંચથી વધુ,જ્યારે 97 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો સાથે જ 111 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદને કારણે દેવભૂમિ દ્વારકામા નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ ખરાબ થઈ છે.જળભરાવના કારણે લોકોને ભારે મુશ્કેલી પણ પડી રહી છે. તેમાં ખંભાળીયા અને કલ્યાણપુરામાં સ્થિતિ વધુ ખરાબ થઈ છે.કલ્યાણપુર વિસ્તારમા સતત વરસાદને લઈ નદી-નાળામાં પુર આવ્યા હતા.જેથી કેટલાક ગામોમા પાણી ધુસી જતા તંત્ર એલર્ટ થયુ હતુ અને મામલતદાર કક્ષાના અધિકારીઅ સ્થળ મુલાકાત કરી સ્થળાંતર વગેરે જેવી રાહત-બચાવની કાર્યવાહી હાથ ધરી હતી.
આ સાથે જ કુતિયાણામાં 16 કલાકમાં 10 ઈંચ,રાણાવાવમાં 5 ઈંચ અને પોરબંદરમાં 3 ઈંચ વરસાદ સાથે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કુતિયાણા-માણાવદર રસ્તો બંધ કરી દેવામાં આવ્યો.
તો વળી દક્ષિણ ગુજરાતના ડાંગ અને નવસારી જિલ્લામાં પણ ભારે વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લાના લાલપોર સહિતના વિસ્તારોમાં 8 ઈંટ જેટલો વરસાદ છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયો છે.
SORCE – ગુજરાતી જાગરણ,TV-18 ગુજરાતી