મંગળવારે, ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં સિકંદરરાવ કોતવાલી વિસ્તારમાં સ્થિત રતિભાનપુરમાં સત્સંગની સમાપ્તિ પછી નાસભાગમાં 50 થી વધુ લોકોના મોત થયા હતા. નાસભાગમાં અનેક લોકો ઘાયલ થયા છે.
હાઈલાઈટ્સ
- ઉત્તર પ્રદેશના હાથરસમાં મોટી દુર્ઘટના
- સત્સંગમાં નાસભાગ થતા 50 થી વધુ લોકોના મોત
- મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા
- ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા
- મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો
અકસ્માતની નોંધ લેતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. તેમણે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને તેમને યોગ્ય સારવાર આપવા સૂચના આપી છે. તેમજ ઈજાગ્રસ્તોના જલદી સાજા થવાની કામના કરી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે સત્સંગ પૂરો થયા બાદ ભીડ થતા ભાગદોડ મચી ગઈ હતી જેમાં મહિલાઓ અને બાળકો સહિત 27 લોકોના મોત થયા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. ઘાયલોને ઇટાહ મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા છે. પોલીસ અને જિલ્લા પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે.
#WATCH | Etah, Uttar Pradesh: Several people have died in a stampede at a religious event in Hathras.
CMO Etah, Umesh Kumar Tripathi says, "27 bodies have arrived at the post-mortem house so far, including 25 women and 2 men. Many injured have also been admitted. Further details… pic.twitter.com/7tgZEQXHEe
— ANI (@ANI) July 2, 2024