પંજાબના ફાઝિલ્કામાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક સોમવારે મોડી રાત્રે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર મારવામાં આવ્યો હતો.
હાઈલાઈટ્સ
- પંજાબમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર પાકિસ્તાની ઘૂસણખોર માર્યો ગયો
- બોર્ડર નજીક ભારતીય સેના દ્વારા કરાયો ગોળીબાર
- પાકિસ્તાને મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો
- યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો
પંજાબના ફાઝિલ્કામાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક સોમવારે મોડી રાત્રે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર મારવામાં આવ્યો હતો. આ ઘટના સરહદી ગામ સરદારપુરા પાસે બની હતી. અહીં વાડની બાજુમાં આવેલા યુવકને રોકવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તે રોકાયો ન હતો. આ પછી સુરક્ષા દળોએ ગોળીબાર શરૂ કર્યો હતો. તેને ત્રણ ગોળી વાગી હતી. યુવકની તલાશી દરમિયાન તેની પાસેથી સિગારેટ, તમાકુ, ઈયરફોન અને પર્સ મળી આવ્યા હતા.
પાકિસ્તાને મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો
બીએસએફે સ્થાનિક પોલીસને પણ ઘટના અંગે જાણ કરી છે. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યો છે. ઘટના બાદ BSFના અધિકારીઓએ પાકિસ્તાની અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં પાકિસ્તાની અધિકારીઓએ યુવકનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. યુવકની ઓળખ થઈ શકી નથી. ભારતીય સરહદમાં યુવાનોની ઘૂસણખોરી પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
પઠાણકોટમાં શંકાસ્પદ આતંકવાદીઓ જોવા મળ્યા છે
ગયા મહિનાના અંતમાં પઠાણકોટના એક ગામમાં બે શંકાસ્પદ લોકો જોવા મળ્યા હતા, જેમને આતંકવાદી ગણાવવામાં આવી રહ્યા છે. તેઓ એક ફાર્મ હાઉસ પર પહોંચ્યા હતા જ્યાંથી તેઓ પસાર થયા હતા. પોલીસે પઠાણકોટ સહિત નજીકના અનેક જિલ્લાઓની પોલીસને એલર્ટ કરી દીધી હતી. પઠાણકોટ બાદ ગુરદાસપુરમાં પણ 2 શંકાસ્પદ લોકો જોવા મળ્યા હતા.