ભારતીય ટીમ 6 જુલાઈથી ઝિમ્બાબ્વે સામે પાંચ મેચની T20 સીરીઝ રમવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયા સિરીઝ માટે ઝિમ્બાબ્વે પહોંચી ગઈ છે.
- હાઇલાઇટ્સ :
- ટીમ ઈન્ડિયા 5 મેચની T-20 સિરીઝ માટે ઝિમ્બાબ્વે પહોંચી
- ભારતીય ટીમ 6 જુલાઈથી 14 જુલાઈ સુધી સિરીઝ રમશે
- ટીમની કેપ્ટનશીપ શુભમન ગિલને સોંપવામાં આવી
T20 વર્લ્ડ કપ 2024 ટ્રોફી જીત્યા બાદ ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે સામે પાંચ મેચની T20 સિરીઝ રમશે. ટીમ ઈન્ડિયા સિરીઝ માટે ઝિમ્બાબ્વે પહોંચી ગઈ છે. ઝિમ્બાબ્વે ક્રિકેટે ભારતીય ટીમનું ખાસ રીતે સ્વાગત કર્યું, જે ચર્ચામાં આવી. મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો થવાને કારણે અને કોઈ નવા મુખ્ય કોચની નિમણૂક કરવામાં આવી નથી, તેથી ટીમ VVS લક્ષ્મણના કોચિંગ હેઠળ આ શ્રેણી રમવા ગઈ છે.ગિલ અને અભિષેક બંને ઓપનર હશે
ઝિમ્બાબ્વેએ ભારતીય ટીમનું ખાસ રીતે સ્વાગત કર્યું
આ સીરીઝ રમવા માટે ટીમ ઈન્ડિયા 3 જુલાઈના રોજ રોબર્ટ ગેબ્રિયલ મુગાબે ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી હતી, જે ઝિમ્બાબ્વેનું ઈન્ટરનેશનલ એરપોર્ટ છે. આ પછી ઝિમ્બાબ્વે ક્રિકેટે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તમામ ભારતીય ખેલાડીઓ એરપોર્ટની બહાર નીકળતા જોવા મળ્યા હતા. આ વીડિયોના કેપ્શનમાં ઝિમ્બાબ્વે ક્રિકેટે લખ્યું- “અમે T20 વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતનું સ્વાગત કરીએ છીએ.” આ માટે ઝિમ્બાબ્વે ક્રિકેટના ખૂબ વખાણ થઈ રહ્યા છે.
𝐖𝐞 𝐰𝐞𝐥𝐜𝐨𝐦𝐞 𝐓𝟐𝟎 𝐖𝐨𝐫𝐥𝐝 𝐂𝐮𝐩 𝐂𝐡𝐚𝐦𝐩𝐢𝐨𝐧𝐬 𝐈𝐧𝐝𝐢𝐚 🇮🇳 ! 🤗#ZIMvIND pic.twitter.com/Oiv5ZxgzaS
— Zimbabwe Cricket (@ZimCricketv) July 2, 2024
ભારત ઝિમ્બાબ્વે મેચ શેડ્યૂલ
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચની T20 સીરીઝની પ્રથમ મેચ 6 જુલાઈએ રમાશે. બીજી મેચ 7મી જુલાઈએ, ત્રીજી 10મી જુલાઈએ,ચોથી 13મી જુલાઈએ અને આ સિરીઝની પાંચમી અને છેલ્લી મેચ 14મી જુલાઈએ રમાશે.તમામ મેચો ભારતીય સમય અનુસાર સાંજે 4.30 વાગ્યે શરૂ થશે. તમામ મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે.
ભારત અને ઝિમ્બાબ્વેની ટીમ
ભારતીય ટીમ : શુભમન ગિલ (કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર, તુષાર દેશપાંડે, સાઈ સુદર્શન, જીતેશ શર્મા (વિકેટકીપર), હર્ષિત રાણા.
ઝિમ્બાબ્વે ટીમ : રઝા એલેક્ઝાન્ડર (કેપ્ટન), અકરમ ફરાજ, બેનેટ બ્રાયન, કેમ્પબેલ જોનાથન, ચતારા ટેન્ડાઈ, જોંગવે લ્યુક, કાઈઆ ઈનોસન્ટ, મેડેન્ડે ક્લાઈવ, મધેવેરે વેસ્લી, મારુમાની તદીવાનાશે, મસાકાડઝા વેલિંગ્ટન, માવુથા બ્રાન્ડોન, મુઝારાબાની, નાસિંગ બેલેસ, નાસિંગ બેન્ડ, નગારવા રિચાર્ડ, શુમ્બા મિલ્ટન