હાઈલાઈટ્સ :
- શેર બજાર આજે લીલા તોરણે રોકાણકારોને ચાંદી જ ચાંદી
- બજારે ખૂલતાની સાથે જ હાંસલ કરી ઐતિહાસિક મહત્તમ સપાટી
- ખૂલતા જ સેન્સ્ક્સ 80 હજારને પાર નિફ્ટિએ 24,000ની સપાટી વટાવી
- રોકાણકારોની સંપત્તિમા રૂ.1.75 લાખ કરોડ જેટલો વધારો થયાનો અંદાજ
શેર બજાર આજે બુધવારે આગ ઝરતી તેજી સાથે ખૂલ્યુ હતુ.અને ખૂલતાની સાથે જ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યુ હતુ.જેમા મુખ્ય સૂચકાક તેની અત્યાર સુધીની મહત્તમ સપાટીએ જોવા મળ્યા હતા.જેમા સેન્સેકસે પહેલી વખત 80 હજારની સપાટી વટાવી હતી.તો વળી નિફ્ટિ પણ 24 હજારને પાર કરી 24,300 ની ઉચ્ચ સપાટીની નજીક પહોંચ્યો હતો.
સપ્તાહના ત્રીજા દિવસે એટલે કે બુધવારે શેર બજાર ખૂલતા જ નવો રેકોર્ડ સર્જાયો હતો.જેમાં ઈતિહાસમા પ્રથમ વખત મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 80,000ને પાર કરી ગયો હતો.તો આ તરફ નિફ્ટિ પણ 24,000ની સપાટી વટાવી 24,300ની નજીક જોવા મળ્યો હતો.નોંધનિય છે કે મંગળવારના રોજ ડોમેસ્ટીક માર્કેટમા ઘટાડા બાદ આજે બજાર મજબૂત રહે તેવા એધાણ દેખાયા છે.
આજે બુધવારે બજાર ખૂલતાની સાથે જ સેન્સેક્સ લાઈફ ટાઈમ હાઈ લેવલ 80,039.22 ના નવા શિખરને ટચ કર્યો હતો,જ્યારે નિફ્ટિ પણ 24,232 ના ઉચ્ચત્ત સ્તરને આંબી ગયો હતો.જોકે બાદમાં સેન્સેકસ 227 પોઈન્ટની તેજી સાથે 79,882 ના સ્તરે વેપાર કરતો જોવા મળ્યો હતો.તો નિફ્ટિ 107 પોઈન્ટના વધારા સાથે 24,232 ના સ્તરે જોવા મળ્યો હતો.
આ રીતે આજે માર્કેટ ખૂલતાજ રોકાણકારો માટે ચાંદી જ ચાંદી જેવો માહોલ સર્જાયો અને રોકાણકારોની સંપત્તિમા 1.75 લાખ કરોડ રૂપિયા જેટલો વધારો થયાનો અંદાજ છે.
SORCE : અમર ઉજાલા, ગુજરાતી જાગરણ