હાઈલાઈટ્સ :
- હાથરસ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ માટે રાજ્યસભામાં મૌન પળાયુ
- રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર PM મોદીનુ સંબોધન
- રાજ્યસભામાં બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક વાતો ગૃહમા મૂકી
- ચર્ચામાં ભાગ લઈ યોગદાન આપનાર સાંસદોનો PM મોદીએ આભાર માન્યો
- દેશની જનતાએ સતત ત્રીજી વખત સરકારને સેવા કરવાની તક આપી:PM મોદી
- આ ચૂંટણીઓમાં,અમને દેશના લોકોની બુદ્ધિમત્તા પર ગર્વ : PM મોદી
- “આવનારા પાંચ વર્ષ ભાવ સુવિધાઓની સંતૃપ્તિ અને ગરીબી સામેની લડાઈ માટે “
ઉત્તર પ્રદેશની હાથરસ દુર્ઘટના દરમિયાન થયેલા મૃત્યુ અંગે શોક વ્યક્ત કરવા રાજ્યસભામાં મૌન પાળવામાં આવ્યું હતું.ત્યારબાદ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર રાજ્યસભામાં બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું,”છેલ્લા અઢી દિવસમાં લગભગ 70 સાંસદોએ આ ચર્ચામાં ભાગ લીધો હતો.રાષ્ટ્રપતિના સંબોધનનું અર્થઘટન કરવામાં તમે જે યોગદાન આપ્યું છે તેના માટે હું તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું.”
વડાપ્રધાન મોદીએ કહ્યું કે “ભારતની આઝાદીના ઈતિહાસમાં આપણી સંસદીય લોકતાંત્રિક યાત્રામાં ઘણા દાયકાઓ પછી દેશની જનતાએ સતત ત્રીજી વખત સરકારને સેવા કરવાની તક આપી છે.60 વર્ષ પછી એવું બન્યું છે કે સરકાર 10 વર્ષથી સત્તામાં છે.આ કોઈ સામાન્ય વાત નથી.કેટલાક લોકોએ જાણી જોઈને જનતાના આ નિર્ણયને કલંકીત કરવાનો પ્રયાસ કર્યો.
PM નરેન્દ્ર મોદીએ કહ્યું,”હું હૃદયથી કોંગ્રેસના કેટલાક સાથીદારોનો આભાર માનવા માંગુ છું.જ્યારથી પરિણામો આવ્યા છે,એક સાથીદાર દ્નારા વારંવાર ઢોલ વગાડી કહેવાયુ કે એક તૃતિયાંશ સરકાર,આનાથી મોટું શું હોઈ શકે? હકીકત એ છે કે 10 વર્ષ વીતી ગયા છે,20 વધુ બાકી છે,બે તૃતીયાંશ બાકી છે અને તેથી આ આગાહી માટે તેમના મોં ઘી-શક્કર.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું,”આ ચૂંટણીઓમાં,અમને દેશના લોકોની બુદ્ધિમત્તા પર ગર્વ છે. તેઓએ અપ પ્રચારને પરાજય આપ્યો.જનતાએ પ્રદર્શનને પ્રાધાન્ય આપ્યું.તેઓએ છેતરવાની રાજનીતિને નકારી કાઢી અને વિશ્વાસની રાજનીતિ પર મોહર મારી.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે,”આવનારા પાંચ વર્ષ ભાવ સુવિધાઓની સંતૃપ્તિ માટે અને ગરીબી સામેની લડાઈ માટે છે. આવનારા પાંચ વર્ષ ગરીબી સામેની લડાઈ માટે છે જ્યારે ગરીબ વ્યક્તિ તાકાત સાથે ઉભો રહે છે અને પછી તેને સફળતા મળે છે
વડાપ્રધાને કહ્યુ કે આવનારા 5 વર્ષ ગરીબી સામે નિર્ણાયક છે અને આ દેશ ગરીબી સામે વિજયી બનશે અને હું આ છેલ્લા 10 વર્ષના અનુભવના આધારે કહી રહ્યો છું.જ્યારે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે,ત્યારે તે જીવનના દરેક ક્ષેત્રને અસર કરશે.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “અમે કૃષિને વ્યાપક રીતે જોયુ છે અને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડ પણ આપ્યા છે.કોંગ્રેસના કાર્યકાળ દરમિયાન 10 વર્ષમાં એકવાર ખેડૂતોની લોન માફી આપવામાં આવી હતી અને ખેડૂતોને ગેરમાર્ગે દોરવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા.ખેડૂતોની 60 હજારની લોન માફી અંગે ખૂબ હોબાળો મચ્યો હતો.
પીએમ મોદીએ કહ્યું,”દેશની કમનસીબી છે કે જ્યારે સંવેદનશીલ મામલાઓમાં રાજનીતિ થાય છે ત્યારે દેશવાસીઓ અને ખાસ કરીને મહિલાઓને અકલ્પનીય પીડા સહન કરવી પડે છે.મહિલાઓ પર થતા અત્યાચારમાં વિપક્ષનું આ પસંદગીયુક્ત વલણ ચિંતાજનક છે.જોકે તેમણે સ્પષ્ટ કર્યુ કે હું આ વાત કોઈ રાજ્ય કે પક્ષ વિરુદ્ધ બોલતો નથી.
તેમણે કહ્યુ કે કેટલાક સમય પહેલા મેં સોશિયલ મીડિયા પર એવી તસવીરો જોઈ હતી કે જ્યાં એક મહિલાને રસ્તા પર માર મારવામાં આવી રહ્યો હતો સંદેશાખાલીમાં થયું કે કાલથી સાંભળી રહ્યો છું કે,તેમણે કહ્યુ કે પોતાની જાતને પ્રગતિશીલ મહિલા નેતા માને છે તે શરમજનક સ્થિતિનું ચિત્ર તેમના શબ્દોમાં પણ નથી દેખાતું તેમના મોં બંધ છે કારણ કે આ ઘટના તેમના રાજકીય દળ સાથે જોડાયેલ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી પર આડકતરુ નિશાન સાધતા કહ્યુ કે અગાઉની UPA સરકારો ઓટોપાયલટ અને રિમોટ કંટ્રોલથી ચાલતી હતી.ત્યારે વડાપ્રધાનના સંબોધન વચ્ચે વિપક્ષે પહેલા હંગામો કર્યો અને ત્યારબાદ ગૃહમાથી વોકઆઉટ કર્યો હતો.
રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર વડાપ્રધાન મોદીના ભાષણ બાદ રાજ્યસભાની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હતી.
રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર વડાપ્રધાનના ભાષણ દરમિયાન વિપક્ષી સાંસદોએ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્કયુ હતુ.ત્યાર પછી,રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે કહ્યું,”મેં વિપક્ષના નેતાને કોઈ પણ વિક્ષેપ વિના બોલવા માટે પૂરતો સમય આપવા વિનંતી કરી હતી.પરંતુ આજે તેમણે ગૃહની ગરિમા તરફ પીઠ ફેરવી નથી,પરંતુ ભારતના બંધારણનું અપમાન કર્યું છે.ભારતના બંધારણનું આનાથી મોટું અપમાન કોઈ હોઈ શકે નહીં.હું તેમની નિંદા કરું છું.મને આશા છે કે તેઓ આત્મનિરીક્ષણ કરશે અને ફરજના માર્ગને અનુસરશે.”
SORCE : અમર ઉજાલા- આજતક