હાઈલાઈટ્સ :
- ગુજરાતના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર
- રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો
- સરકારે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો
- 1 લી જાન્યુઆરીથી લાભ આપવાની સરકારની જાહેરાત
- તફાવતની 6 માસની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવાશે
- 4.71 લાખ સરકારી કર્મચારી,4.73 લાખ પેન્સનર્સને લાભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો લાભ 1 લીજાન્યુઆરી 2024 થી આપવાની જાહેરાત કરી છે.
આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના,પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.71લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.73 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.મોંઘવારી ભથ્થાની 6 માસની એટલે કે 1લી જાન્યુઆરી 2024 થી 30 જૂન 2024 સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે.
તદઅનુસાર, જાન્યુઆરી-2024 તથા ફેબ્રુઆરી-2024 મહિનાની તફાવતની રકમ જુલાઈ-2024 ના પગાર સાથે,માર્ચ અને એપ્રિલ-2024 ની તફાવતની રકમ ઓગસ્ટ-2024 ના પગાર સાથે તેમજ મે અને જૂન-2024 ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ સપ્ટેમ્બર-2024ના પગાર સાથે કર્મયોગીઓને ચુકવવામાં આવશે.
રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને 1129.51 કરોડ રૂપિયાની કર્મચારીઓને ચુકવણી કરશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ કર્મચારી હિતકારી નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે.
SORCE : જાગરણ ગુજરાતી – TV-18 ગુજરાતી,