Indian Team Prize Money : મરીન ડ્રાઈવ ખાતે ટીમ ઈન્ડિયાની વિજય પરેડ બાદ BCCIએ ભારતીય ટીમને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપી છે.
- હાઇલાઇટ્સ :
- BCCIએ ખેલાડીઓને ઈનામ તરીકે 125 કરોડનો ચેક આપ્યો
- વાનખેડે ખાતે ટીમ ઈન્ડિયાની ભવ્ય ઉજવણી
- વાનખેડે સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાનો સન્માન સમારોહ યોજાયો હતો
- ભારતીય ક્રિકેટ ટીમ T-20 વર્લ્ડ કપ જીત્યા બાદ મુંબઇમાં રોડ શો કર્યો
- તમામ ખેલાડીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને ગયા હતા
- પીએમ મોદી સાથે તમામ ખેલાડીઓનું ફોટોશૂટ પણ કરાવ્યું હતું
Indian Team Prize Money : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ T20 વર્લ્ડ કપ 2024 જીતવા બદલ ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપી છે. 125 કરોડ રૂપિયાની આ રકમ ભારતીય ટીમના તમામ ખેલાડીઓ, પસંદગીકારો અને સપોર્ટ સ્ટાફમાં પણ વહેંચવામાં આવશે.ભારતે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવીને બીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો છે. બીસીસીઆઈના અધ્યક્ષ રોજર બિન્ની અને સેક્રેટરી જય શાહ મંચ પર આવ્યા અને ભારતીય ટીમને 125 કરોડ રૂપિયાનો ચેક અર્પણ કર્યો.
BCCI office bearers present Team India with a cheque of Rs 125 Crores, at Wankhede Stadium in Mumbai.
The BCCI announced a prize money of Rs 125 crores for India after the #T20WorldCup pic.twitter.com/YFUj0nIggh
— ANI (@ANI) July 4, 2024
જ્યારે ટીમ બાર્બાડોસમાં ફસાઈ ગઈ હતી ત્યારે BCCI સેક્રેટરી જય શાહે કહ્યું હતું કે તમામ ટોચના અધિકારીઓએ મળીને ટીમ ઈન્ડિયાને ઈનામ આપવાનો નિર્ણય કર્યો છે. તેણે કહ્યું- અમે છેલ્લે 2007માં વર્લ્ડ કપ જીત્યો હતો અને હવે 17 વર્ષ બાદ અમે ફરીથી વર્લ્ડ ચેમ્પિયન બન્યા છીએ. ઈનામની રકમ આપવાનો નિર્ણય તમામ વરિષ્ઠ અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે લેવામાં આવ્યો હતો. અમે લગભગ 2 મહિના પહેલા સુધી વિશ્વની નંબર 1 T20 ટીમ હતી આપણા દેશમાં ક્રિકેટની પૂજા કરવામાં આવે છે અને હવે ટીમે એક ટુર્નામેન્ટ જીતી છે જેમાં 20 ટીમોએ ભાગ લીધો હતો. તેથી અમારે તેમના માટે કંઈક કરવું હતું.”
ભારતીય ટીમે શનિવારે 29 જૂને T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું. આ જીત બાદ BCCIએ ટીમ માટે 125 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરી હતી. આ ઈનામી રકમ આખી ટીમને આપવામાં આવી છે, જેમાં ટીમના ખેલાડીઓ, સ્પોર્ટ્સ સ્ટાફ અને રિઝર્વ ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે. 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ ભારતીય ખેલાડીઓમાં કેવી રીતે વહેંચવામાં આવશે અને તેમાંથી કેટલી રકમ ટેક્સ તરીકે કાપવામાં આવશે.બીસીસીઆઈ ઉપરાંત આઈસીસીએ પણ ભારતીય ટીમને લગભગ 20 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપી છે.
125 કરોડ કોની વચ્ચે વહેંચવામાં આવશે?
આ 125 કરોડ રૂપિયા 15 સભ્યોની ટીમ, 4 રિઝર્વ ખેલાડીઓ અને 15 સભ્યોના સપોર્ટ સ્ટાફમાં વહેંચવામાં આવશે. આ સપોર્ટ સ્ટાફમાં મુખ્ય કોચ રાહુલ દ્રવિડ, બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, 3 ફિઝિયો, મેનેજર અને ટ્રેનર સહિત ઘણા લોકો સામેલ હશે.કહેવામાં આવી રહ્યું છે કે ટીમમાં સામેલ દરેક ખેલાડીને 5 કરોડ રૂપિયા અને સપોર્ટ સ્ટાફના દરેક સભ્યને 1 કરોડ રૂપિયા આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ પહેલા ICC એ ભારતીય ટીમને T20 વર્લ્ડ કપ 2024ની વિજેતા બનવા માટે લગભગ 20.37 કરોડ રૂપિયાની ઈનામી રકમથી સન્માનિત કરી હતી.