હાઈલાઈટ્સ :
- સાળંગપુર ખાતે ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠક મળી
- ગુજરાત પ્રદેશ ભાજપની બે દિવસીય કારોબારી બેઠક યોજાઈ
- કેન્દ્રિય મંત્રી પિયૂષ ગોયલ,રાજ્ય સંગઠન મંત્રીરત્નાકરજની ઉપસ્થિતિ
- પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલની આગેવાનીમાં બેઠક
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,સહિતના નેતાઓ,અપેક્ષિત કાર્યકરો હાજર
- પ્રથંમ દિવસે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો,ડાયરો વગેરેનુ થયુ આયોજન
- ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યુ
- પ્રદેશ પ્રમુખની જવાબદારીથી મુક્ત કરવા સી.આર.પાટીલની વિનંતી
- પ્રદેશ કારોબારીમા વિવિધ મુદ્દાઓને લઈને ચિંતન-મનન કરાયુ
- નરેન્દ્ર મોદીના ત્રીજી વખત PM બનવા બદલ અભિનંદન ઠરાવ રજૂ
ગુજરાત પ્રદેશ ભાજપની બે દિવસીય કારોબારી બેઠક સાળંગપુર ખાતે યોજાઈ.ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામા મળેલી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અપેક્ષિત કાર્યકરો અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાળંગપુર ખાતે આયોજિત ભારતીય જનતા પાર્ટી, પ્રદેશ કારોબારી બેઠકના પ્રથમ દિવસે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ હેઠળ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના સૌ આગેવાનો,હોદ્દેદારો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અક્ષ્યક્ષ સી.આર,પાટીલ, કેન્દ્રિય મંત્રી પિયૂષ ગોયલ,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતુ.
મહત્વનું છે કે ભાપજની આ પ્રદેશ કારોબારીમા વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચિંતન -મનન થયુ હશે.તેમા સૌથી મહત્વનો પ્રદેશ ભાજપ પ્રમુખ પદ માટે વરણીનો રહ્યો હોઈ શકે છે અને સંભવત: તે અંગે કોઈ જાહેરાત પણ થઈ શકે છે.તો ગત લોકસભા ચૂંટણી અને તેના પરિણામો અંગે પણ ચર્ચા થઈ હોઈ શકે છે.તો પક્ષમાં નારાજ કાર્યકરો અને નેતાઓના મનામણા અંગે પણ ચર્ચા થઈ હોય. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર પ્રસ્તાવ પણ બેઠકમા રજૂ થશે.
ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારી બેઠકમાં કેન્દ્રિય મંત્રી પિયૂષ ગોયલ ઉપસ્થિત રહ્યા તો રાજ્ય સંગઠન મંત્રી રત્નાકરજી,પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલ,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સહિતના નેતાઓ અને અપેક્ષિત કાર્યકરો હાજર રહ્યા.
મળી રહેલી માહિતી મુજબ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલે પક્ષના મોવડી મંડળને વિનંતી કરી છે કે ભારતીય જનતા પાર્ટીમાં એક વ્યક્તિ એક હોદ્દાનો નિયમ છે.તેથી પોતાને પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત કરો.સી.આર.પાટીલે જણાવ્યુ કે રાજ્ય કારોબારી દરમિયાન નવા પ્રમુખની પસંદગી કરવામાં આવે અને સૌને સાથે લઈને ચાલે તેવા નેતાને પ્રદેશ અધ્યક્ષ બનાવવો જોઈએ.પ્રદેશ પ્રમુખ પાટીલના આ પ્રકારના સૂચક નિવેદનને લઈ હવે ગુજરાત ભાજપને હવે ગમે ત્યારે નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે.
પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યુ છે કે કારોબારી બેઠકમાં અનેક વિષયો અને મુદ્દાઓની ચર્ચા થઈ.તેમણે કહ્યુ કે પ્રદેશ અધ્યક્ષનું સંબોધન થયું.વિધાનસભા અને લોકસભા ચૂંટણીના પરિણામો અગે ચર્ચા કરવામાં આવી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત પીએમ બનવા બદલ અભિનંદન ઠરાવ રજૂ કરવામાં આવ્યો.તો વળી ચૂંટણીલક્ષી સમીક્ષા પણ કરવામાં આવશે.
SORCE :