હાઈલાઈટ્સ :
- જમ્મુ-કાશ્મીરના કુલગામ વિસ્તારમા અથડામણ
- બે દિવસથી સુરક્ષાદળો અને આંતકીઓ વચ્ચે અથડામણ
- સેનાના જવાનોએ 6 આતંકીને ઠાર કર્યા,બે જવાન શહીદ
- અલગ અલગ સ્થળો પર સેનાનું સર્ચ ઓપરેશન યથાવત
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ગઈકાલથી ચાલી રહેલા સેનાના ઓપરેશનમાં 6 આતંકવાદીઓ માર્યા ગયા છે.આ અથડામણમાં ભારતીય સેનાના બે જવાનો પણ શહીદ થયા હતા.તો હજુ ઓપરેશન ચાલુ છે અને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે તેમ સંરક્ષણ અધિકારીએ જણાવ્યુ છે.
જમ્મુ -કાશ્મીરના કુપગામમા ગતરોજ શનિવારથી ભારતીય સેનાએ ઓપરેશન હાથ ધર્યુ છે. જેમાં અત્યાર સુધમા છ આતંકીને જવાનોએ ઠાર કર્યા છે.જોકે આપણા બે જવાનો પણ શહિદ થયાના પણ અહવાલ છે. દક્ષિણી કાશ્મીરના કલગામ જિલ્લામાં બે અલગ અલગ જગ્યાએ આતંકવાદીઓ અને સેનીના જવાનો વચ્ચે અથડામણ સર્જાઈ હતી.
પોલીસ અનુસાર શનિવારે સવારે પોલીસ અને સુરક્ષાદળોની સંયુક્ત ટીમે વિશ્ષ્ટ ઈનપુટ આધારે કુલગામ જિલ્લાના મુદરઘમ વિસ્તારમાં ઘેરા બંધી કરી તપાસ હાથ ધરી હતી. જેવા સુરક્ષાદળો સંદિગ્ધ ક્ષેત્ર તરફ આગળ વધ્યા ત્યારે છુપાયેલા આતંકીઓએ ફાયરિગ શરૂ કરૂ દીધુ હતુ.ત્યારે જવાબી કાર્યવાહીમા આપણા બહાદુર જવાનોએ પણ ગોળીબારી શરી કરી અને બે અલગ અલગ અથડામણમા સેનાના જવાનોએ છ આતંકીને ઠાર કર્યા હતા. તો વળી આ અથડામણમા આપણા બે જવાનોએ પોતાનુ બલિદાન આપ્યુ હતુ.
SORCE : અમર ઉજાલા