હાઈલાઈટ્સ :
- ફ્રાંસ સસદીય ચૂંટણીમા કોઈ પણ ગઠબંધનને બહુમતી નહી
- ફ્રાંસમાં કોઈ દળને બહુમતી ન મળતા ત્રિશંકુ સરકારની શક્યતા
- ચૂંટણીમાં 577 પૈકી સૌથી વધુ 182 બેઠકો વામપંથી ગૃપને મળી
- દક્ષિણપંથી ગઠબંધન 143 બેઠકો સાથે ત્રીજા સ્થાને ધકેલાયુ
- ફ્રાંસમાં બહુમતી માટે 577 માથી 289 બેઠકો મેળવવી આવશ્યક
- ફાંસમાં ઇમેન્યુઅલ મેક્રોન કિંગને બદલ બની શકે છે કિંગમેકર
- અનિશ્ચિત પરિણામ બાદ ફ્રાંસમાં ઠેર ઠેર હિંસાની ઘટનાઓ બની
- ફ્રાંસમાં સંસદીય ચૂટણીઓના પરિણામમા કોઈ પણ પાર્ટીને બહુમતિ મળી રહી નથી.ત્યારે ત્રિશંકુ સરકાર બનવાના સંજોગ ઉભા થયા છે.હવે જ્યારે પરિણામોમા વામપંથી ગઠબંધનને સૌથી વધુ બેઠકો મળી છે. તો બીજી તરફ દક્ષિણપંથી ત્રીજા નંબરે ધકાલાઈ છે.જોકે કોઈ પણ ગૃપને બહુમતી મળી નથી ત્યારે ફ્રાંસમા અનિશ્ચિતતાઓ વચ્ચે પરિસ્થિતિ તંગ બનતી જોવા મળે છે અને ઠેર ઠેર તોફાનો અને હિંસા ભડકી રહી છે.
ચૂંટણી પરિણામે પર નજર કરીએ તો નેશનલ એસેમ્બલીમાં વામપંથીઓની બેઠકો વધીને આવી છે. જોકે કોઈને પણ બહુમતી ન મળતા કોઈએ સરકાર માટે કે વડાપ્રધાન પદ માટે હજુ સુધી દાવો રજૂ કર્યો નથી.આ સ્થિતિમાં અહી વામ અથવા દક્ષિણપંથીઓએ સરકાર રચવા માટે મધ્યમાર્ગી ઇમેન્યુઅલ મેક્રોનની પાર્ટીને સાથે રાખવાની ફરજ પડી છે.ત્યારે મૈક્રોન હવે કીંગ નહી પણ કીંગ મેકર જરૂર બનશે.
– ફ્રાંસમાં દક્ષિણપંથીઓને ઝટકો
પરિણામના આંકડા પર નજર કરીએ તો આ ચૂંટણીમાં ઇમેન્યુઅલ મેક્રોનનું મધ્યમાર્ગીય ગઠબંધન બીજા સ્થાને રહ્યુ છે.અને દક્ષિણપંથી ગઠબંધન છેક ત્રીજા સ્થાને રહી ગયુ છે.કુલ 577 બેઠકો વળી સંસદમાં બહુમતી માટે 289 બેઠકોની જરૂર છે.હવે અહી સૌથી મોટા ગૃપ તરીકે વામપંથી ગઠબંધન 182 બેઠકો સાથે ઉભરી આવ્યુ છે.તો ઇમેન્યુઅલ મેક્રોનનું મધ્યવર્ગીય ગઠબંધનને 168 બેઠકો જ્યારે દક્ષિણપંથી ગઠબંધનને 143 બેઠકો મળી છે. ત્યારે આ પ્રકારના પરિણામ દક્ષિણપંથી ગૃપ માટે ઝટકા સમાન માનવામાં આવે છે.
– અનિશ્ચિત પરિણામ વચ્ચે કીંગને બદલે કીંગમેકર બનશે મેક્રોન ?
ફ્રાંસ નેશનલ એસેમ્બલીમાં જ્યારે વામ કે દક્ષિણપંથી દળોને સ્પષ્ટ બહુમતી મળતી દેખાઈ નથી રહી અને કોઈ પણ સરકાર રચવા માટે દાવો નથી કર્યો તેથી ત્રિશંકુ સરકારથી સંતોષ માનવો જ રહ્યો અને આવી સ્થિતિમાં હવે ઇમેન્યુઅલ મેક્રોન કીંગ નહી પણ કીંગમેકર જરૂર બની શકે છે.કારણ કે વામપંથી હોય કે દક્ષિણપંથી પણ સરકારમા મધ્યવર્ગીય ગઠંબંધનનો સાથ અવશ્યક બનશે.
– ફ્રાંસમા ચૂંટણી પરિણામો સાથે જ હિસાની ઘટનાઓ
ફ્રાંસ સંસદિય ચૂંટણીના પરિણામોની અસર સ્વરૂપે ફાંસમા ઠેર ઠેર તોફાનો ફાટી નિકળતા હિંસાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પ્રદર્શનકારો રોડ પર ઉતરી આવ્યા અને ઉત્પાત મચાવ્યો હતો.તો કેટલીક જગ્યાએ આગજની અને હિંસાના સમાચાર પણ સામે આવ્યા છે.
SORCE : TV 18 NEWS