હાઈલાઈટ્સ :
- જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં ફરી એકવાર આતંકી હુમલાની ઘટના
- સેનાના જવાનોના વાહનને બનાવ્યા નિશાન ગ્રેનેટથી હુમલો
- કઠુઆના આતંકી હુમલામાં આપણા પાંચ જવાનો શહીદ થયા
- કઠુઆ વિસ્તારમાં એક મહિનામાં આ બીજો માટો આતંકી હુમલો
- ઘાટીમા સતત વધતી આતંકી ઘટનાઓથી દેશની જનતા દુ:ખી
- હુમલામાં US બનાવટના M-4 કાર્બાઈન જેવા હથિયારોનો ઉપયોગ
જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર સેનીના જવાનો આતંકી હુમલાનો ભોગ બન્યા છે.જમ્મુ-કાશ્મીરની કઠુઆમાં સેનાના જવાનોને લઈ જતા વાહન પર હુમલો કર્યો જેમા આપણા પાંચ વીર જવાનો શહીદ થયા છે.આ આતંકી હુમલાની ઘટનાથી દેશ દુ:ખી છે.
આ હુમલો એવા સમયે થયો જ્યારે સુરક્ષાજવાનો કઠુઆના બડનોટા વિસ્તારમા સર્ચ ઓપરેશન અભિયાન ચલાવી રહ્યા હતા.તે સમયે જ ઘાત લગાવીને બેઠેલા આતંકીઓએ અચાનક હુમલો કર્યો જેમાં પાંચ જવાનો શહીદ થયા.માહિતી તો એવી પણ મળી રહી છે કે આ હુમલાને અંજામ આપતા પહેલા રેકી કરવામાં આવી અને તેમા તેઓને સ્થાનિક કક્ષાએથી ગાઈડ પણ કરવામા આવ્યા સાથે જ રહેવા-જમવાની વ્યવસ્થા વગેરે કરી આંકીઓને મદદ કરવામા આવી.જોકે તે તપાસનો વિષય છે.
આતંકીઓને શોધવાના અભિયાન હેઠળના સર્ચ ઓપરેશન દરમિયાન હુમલો થયો છે.કાચા રસ્તે આ જવાનો લશ્કરી વાહન લઈ ધીમે-ધીમે જઈ રહ્યા હતા.તે સમયે અંદાજે બે થી ત્રણ આતંકીઓ અને તેમની ગાઈડ કરનાર લોકો પહાડો પર ઘાત લગાવીને બેઠા હતા.અને જેવુ આપણા જવાનોનુ વાહન પસાર થયુ કે આતંકીઓએ ગ્રેનેડ ફેક્યા અને પછી ફાયરિગ શરૂ કર્યુ હતુ જવાબમા આપણા જવાનોએ પણ ફાયરિગ કર્યુ હતુ.
મળતી માહિતી આનુસાર આ આતંકીઓ પાકિસ્તાની હોવાનુ માનવામાં આવે છે.તેમની પાસે US મેડ M-4 કાર્બાઈન રાઈફલ,એક્સપ્લોસિવ ડિવાઈસ સહિતના અન્ય હથિયારો પણ હતા.અને હુમલે કરી ભાગવામા પણ સફળ રહ્યા કારણ કે આપણા જવાનોએ મોડી રાત્રી સુધી આ આતંકીઓને શોધવા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ પરંતુ તેમા સેનાને સફળતા મળી નથી.ત્યારે સ્થાનિક કક્ષાએથી કોણે આતંકીઓને મદદ કરી તે તમામ બાબતે તપાસ શરૂ કરવામા આવી છે.
નોંધનિય છે કે છેલ્લા એક મહિનામા કઠુઆ વિસ્તારમાં આ બીજો મોટો આતંકી હુમલો છે.જેમા 11 જૂનના રોજ હીરનગરના સૈડા સોહલ વિસ્તારમાં આતંકી હુમલો થયો હતો.જેમાં આપણા સુરક્ષાજવાનોએ એક આતંકીને ઠાર માર્યો તો બીજા આતંકીને 12 જૂને ઠાર કર્યો હતો.
આ પ્રકારે આપણા જવાનો આતંકીઓને જડબાતોડ જવાબ આપવા સક્ષમ છે,પરંતુ કોણ જાણે કેમ પણ ઘાટીમા વર્ષોથી ઘુસણખોરી અને આતંકી હુમલાની પ્રવૃત્તીઓ ચાલતી આવી છે.સરકારો અને આવી અને ગઈ દરેક સરકારોએ આતંકવાદને નેસ્ત નાબુદ કરવાની દાવા કર્યા છે.પરંતુ સમયાંતર બનતી આવી ઘટનાઓને જોઈએ તો આ પ્રકારના સરકારી દાવા પોકળ લાગે છે.ત્યારે સવાલ એ થાય કે ક્યાં સુધી આ રીતે ચાલશે ?
– : આતંકી હુમલાની વધતી ઘટનાઓ વચ્ચે તીખા સવાલ : –
ક્યાં સુધી આપણી વીર જવાનોને શહીદી વ્હોરવી પડશે ?
ક્યારે મળશે આતંકીઓને તેમની ભાષામાં જવાબ ?
શું આવી પ્રવૃત્તીઓ અટકાવવાનો કોઈ ઉપાય નથી ?
આખરે કોણ આપી રહ્યુ છે આતંકીઓને પનાહ ?
સુરક્ષાકર્મીઓની સુરક્ષા અંગે સરકારનો શું છે પ્લાન ?
જ્યારે સતત આવી આતંકી ઘટનાઓને અંજામ અપાતો હોય ત્યારે સ્વાભાવિક જ દેશની જનતામાથી આવા સવાલો ઉઠી રહ્યા છે.ત્યારે નિર્દોષ જવાનોની આ પ્રકારની શહાદત અને આતંકી પ્રવૃત્તીને સાંખી ન લેવાય આ બાબાતે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારત અવાર નવાર મુદ્દો ઉઠાવી રહ્યુ છે છતા પાકિસ્તાન જેવા નાપાક દેશોસુધરવાનુ નામ લેતા નથા જેથીપડોશમાંથી ઘુસણખોરી પ્રવૃત્તિઓ બંધ થતી નથી.અને સમયાંતરે આવી ઘટાનો સતત બનતી જ આવી છે.
SORCE : આજતક